મુંબઈ હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરાયેલા મિહિર શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
મુંબઈ, મુંબઈ હિટ એન્ડ રન કેસના આરોપી મિહિર શાહ (૨૪)ની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેમના પિતા રાજેશને શિવસેના (શિંદે) દ્વારા ઉપનેતા પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ૪૫ વર્ષની કાવેરી નાખ્વાએ જીવ ગુમાવ્યો હતો.
પોલીસે કોર્ટમાં કરેલી રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે મહિલાના મૃતદેહને થોડે દૂર સુધી ખેંચવામાં આવ્યો હતો અને કારમાંથી બહાર કાઢ્યા બાદ ફરીથી કાર તેના પર ચઢાવી દેવામાં આવી હતી.મિહિર શાહની કસ્ટડીની માંગણી કરતી અરજીમાં પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સવારે ૫ઃ૨૫ વાગ્યાની આસપાસ બની હતી.
પોલીસ રિમાન્ડ નોંધ મુજબ, મિહિર શાહ મ્સ્ઉ ચલાવી રહ્યો હતો ત્યારે તે પીડિતાના સ્કૂટર સાથે અથડાઈ હતી. કાર સ્કૂટર ચલાવી રહેલી કાવેરી નાખ્વાને લગભગ ૧.૫ કિલોમીટર સુધી ખેંચી ગઈ અને પછી બાંદ્રા વર્લી સી લિંક પાસે રોકાઈ ગઈ.પોલીસે જણાવ્યું કે મિહિર શાહ અને તેના ડ્રાઈવર રાજર્ષિ બિદાવતે કારની તપાસ કરી અને પછી મિહિરે ઘરે ફોન કર્યાે.
આ પછી સીટ બદલવામાં આવી હતી. રિમાન્ડ અરજીમાં જણાવાયું છે કે બિદાવતે કારનો કબજો મેળવ્યો હતો અને કારને પાછળની તરફ ફેરવતી વખતે તેણે કારમાંથી રોડ પર પડી ગયેલી કાવેરીને કચડી નાખી હતી.પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
મિહિરની મુંબઈ નજીક વિરારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે તેની ધરપકડ માટે ૧૧ ટીમો બનાવી અને લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો.અકસ્માત સમયે મિહિર સાથે રહેલા રાજર્ષિ બિદાવત હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે.
દરમિયાન, મિહિરના પિતા રાજેશ શાહને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ઉપનેતા પદેથી બરતરફ કરી દીધા હતા. તેઓ પાલઘર જિલ્લામાંથી શિંદે સેનાના નેતા હતા.
જો કે શાહ હજુ પણ શિવસેનાના સભ્ય છે.હિટ-એન્ડ-રન અકસ્માતોમાં વધારો અને મિહિરની ધરપકડમાં વિલંબને લઈને વિપક્ષે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી છે.મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ લોકોને ખાતરી આપી હતી કે આ કેસમાં ન્યાય કરવામાં આવશે.
“જ્યાં સુધી હું મુખ્યમંત્રી છું ત્યાં સુધી કોઈને પણ, પછી ભલે તે અમીર હોય, પ્રભાવશાળી હોય, કે નોકરિયાતો કે મંત્રીઓનું સંતાન હોય, અથવા કોઈપણ પક્ષ સાથે જોડાયેલ હોય, તેને કોઈ છૂટ નહીં મળે.”આ કેસમાં આરોપી મિહિર શાહે પોલીસને જણાવ્યું છે કે અકસ્માત સમયે તે કાર ચલાવી રહ્યો હતો. અધિકારીઓએ અત્યાર સુધીની તપાસને ટાંકીને બુધવારે આ માહિતી આપી હતી.
આ સાથે તેણે દાવો કર્યાે છે કે તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે, પરંતુ પોલીસે હજુ સુધી દસ્તાવેજ રિકવર કર્યાે નથી.અધિકારીએ જણાવ્યું કે પોલીસે અત્યાર સુધીમાં મિહિર શાહની માતા, બહેનો અને મિત્રો સહિત ૧૪ લોકોના નિવેદન નોંધ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ દક્ષિણ-મધ્ય મુંબઈમાં વરલીમાં અકસ્માત સ્થળની મુલાકાત લઈ શકે છે અને તેમની તપાસના ભાગરૂપે સમગ્ર ક્રાઈમ સીન બનાવી શકે છે.SS1MS