આકાંક્ષા પુરીને દુલ્હન બનાવશે મિકા સિંહ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Mika.webp)
મુંબઈ, સિંગર મિકા સિંહ પોતાના માટે જીવનસાથીની શોધમાં છે અને આ જ માટે તેણે ટીવી પર પોતાનો સ્વયંવર ‘મિકા દી વોટી શરૂ કર્યો છે. પરંતુ, હવે મિકા સિંહને દુલ્હનિયા મળી ગઈ હોય તેમ લાગે છે, જેની સાથે તે ઘર વસાવવા માગે છે.
ખબર પ્રમાણે, એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ મીકા દી વોટી’ શો જીતી લીધો છે. આકાંત્રા પુરી, મિકા સિંહનું દિલ જીતવામાં સફળ રહી છે. તે પહેલાથી તેની સારી મિત્ર છે અને ઘણા વર્ષથી એકબીજાને ઓળખે છે. સ્વયંવરઃ મિકા દી વોટીનું ગ્રાન્ડ ફિનાલે ૨૫ જુલાઈના રોજ થશે, જેમાં મિકા સિંહની જીવનસાથી કોણ બનશે તે નક્કી કરવામાં આવશે. પરંતુ ર્નિણય આ પહેલા જ લેવાઈ ચૂક્યો હોવાનું લાગી રહ્યું છે.
આકાંક્ષા પુરીએ થોડા દિવસ પહેલા જ શોમાં એન્ટ્રી લીધી હતી અને મીકાનું દિલ જીતી લીધું છે. ‘મિકા દી વોટી’માં એન્ટ્રી કરતાં પહેલા આકાંક્ષા પુરીએ કહ્યું હતું કે, તે ૧૩-૧૪ વર્ષથી મિકાને ઓળખે છે. બંને હંમેશા એકબીજાના ખરાબ-સારા સમયમાં સાથે રહ્યા છે.
જ્યારે તેને જાણ થઈ કે મિકા સિંહ સ્વયંવર યોજીને પોતાના માટે દુલ્હન શોધી રહ્યો ત્યારે તેણે મિત્રતાને એક તક આપવાનું વિચાર્યું. આકાંક્ષા પુરીએ કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે તેનો મિત્ર તેનો જીવનસાથી બને. ‘મિકા દી વોટી’માં એન્ટ્રી કરવા પર તેણે કહ્યું હતું ‘રાજાની રાણી તો એક જ હશે અને તે હું છું.
થોડા સમય પહેલા મિકા સિંહ અને આકાંક્ષા પુરીની એક તસવીર વાયરલ થઈ હતી, ત્યાર બંનેના લગ્નની ચર્ચા શરૂ થઈ હતી. તે સમયે મિકા સિંહે કહ્યું હતું કે, તે તસવીર તેના ઘર પર થયેલી પૂજાની હતી, જેમાં આકાંક્ષા પર આવી હતી. આકાંક્ષા પુરી અગાઉ બિગ બોસ ૧૩માં જાેવા મળેલા એક્ટર પારસ છાબડા સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ શો દરમિયાન જ બંનેનું બ્રેકઅપ થયું હતું.
આકાંક્ષા પુરી સાચેમાં મિકા સિંહની ‘વોટી’ એટલે કે દુલ્હનિયા બનશે કે નહીં, તે તો ફિનાલે એપિસોડ જાેવા પર જ જાણ થશે. પરંતુ હાલ ચર્ચા છે કે, સિંગરે દુલ્હનિયા પસંદ કરી લીધી છે. ફિનાલેમાં આકાંક્ષા પુરી સિવાય પ્રાંતિકા દાસ, નીત મહલ અને કિશન ચંદાની છે. તે પણ મિક સિંહે ઈમ્પ્રેસ કરવામાં સફળ રહી છે.SS1MS