Western Times News

Gujarati News

મિલિંદ સોમન દરિયામાં ૧૦૦ ફૂટ નીચે રોમેન્ટિક થયો

મુંબઈ, ૫૬ વર્ષીય બોલિવૂડ એક્ટર તથા સુપરમોડલ મિલિંદ સોમન પોતાની ફિટનેસ માટે જાણીતો છે. મિલિંદ સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ રહે છે. હાલમાં મિલિંદ સોમન પત્ની અંકિતા કંવર સાથે ઇજિપ્તમાં વેકેશન મનાવી રહ્યો છે. મિલિંદે અંડર વૉટર રોમાન્સનો એક વીડિયો શૅર કર્યો હતો. મિલિંદ સોમન તથા અંકતિ કંવરની વેકેશનની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.

બંનેએ સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું, જેમાં તેમણે પાણીની અંદર ૧૦૦ ફૂટ નીચે હાથથી દિલ બનાવ્યું હતું. આ વીડિયો શૅર કરીને મિલિંદે કહ્યું હતું, એક સાથે વધુમાં વધુ એક્સપ્લોર કરો.. મિલિંદે જુલાઈ, ૨૦૦૬માં ફ્રેન્ચ એક્ટ્રેસ Mylene Jampanoi સાથે કર્યાં હતાં.

ત્રણ વર્ષ બાદ બંનેના ડિવોર્સ થઈ ગયા હતાં. ૨૦૧૮માં મિલિંદે ૨૬ વર્ષ નાની અંકિતા સાથે લગ્ન કર્યા છે. અંકિતાની ઉંમર ૩૦ વર્ષની છે. અંકિતાનું સાચું નામ સુંકુસ્મિતા કંવર છે. ૨૦૧૩માં એર એશિયામાં કેબિન ક્રૂ એક્ઝિક્યૂટિવ તરીકે કામ કર્યું હતું. તે અસમી સિવાય હિંદી, અંગ્રેજી, બંગાલી તથા ફ્રેન્ચ બોલી શકે છે.

મિલિંદે ૧૯૯૫માં ગ્લેમર વર્લ્ડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. મિલિંદ મેડ ઇન ઇન્ડિયા મ્યૂઝિક વીડિયોમાં જાેવા મળ્યો હતો. આ વર્ષે મિલિંદે મોડલ મધુ સ્પ્રે સાથે ન્યૂડ ફોટોશૂટ કરાવીને ચકચાર મચાવી દીધી હતી.

મિલિંજ ફિટનેસ ફ્રિક છે. ગયા વર્ષે મિલિંદે ખુલ્લા પગે મુંબઈથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી દોડીને આવ્યો હતો. મિલિંદે આઠ દિવસમાં ૪૫૦ કિમી અંતર કાપ્યું હતું. મિલિંદ ૨૦૨૧માં તમિળ ફિલ્મ ડૉક્ટરમાં જાેવા મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.