મિલિટરી સુપરપાવર દેશ અમેરિકા ભારતના સૌથી વધુ શસ્ત્રો ખરીદે છે.
ગયા વર્ષમાં ભારતની ડિફેન્સ નિકાસમાં ૫.૪ ટકાનો વધારો શસ્ત્રોની નિકાસમાં પ્રાઈવેટ સેક્ટરનો હિસ્સો ૭૦ ટકા છે- ભારતે ગયા વર્ષે કુલ 13000 કરોડના શસ્ત્રો વેચ્યા
એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર્સ ધ્રુવ, એસયુ એવિયોનિક્સ, કોસ્ટલ સર્વેલન્સ માટેના શસ્ત્રોની માંગ-
(એજન્સી)નવી દિલ્હી, ભારત વિશ્વમાં સૈન્ય સરંજામનો સૌથી મોટો આયાતકાર દેશ તો છે જ, તેની સાથે સાથે ભારતે હવે શસ્ત્રોની મોટા પાયે નિકાસ પણ શરૂ કરી છે. ગયા વર્ષમાં ભારતની નિકાસ ૧૩,૦૦૦ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. નવાઈની વાત એ છે કે અમેરિકા જેવો મિલિટરી સુપરપાવર દેશ ભારતના સૌથી વધુ શસ્ત્રો ખરીદે છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ગયા વર્ષમાં ભારતની ડિફેન્સ નિકાસમાં ૫.૪ ટકાનો વધારો થયો હતો અને કુલ ૧૩,૦૦૦ કરોડની નિકાસ કરી હતી. ભારતીય ડિફેન્સ એક્સપોર્ટમાં સૌથી મોટું ગ્રાહક અમેરિકા છે. ત્યાર બાદ ફિલિપાઈન્સ અને મિડલ ઈસ્ટ, આફ્રિકા અને સાઉથ-ઈસ્ટ એશિયાના દેશો પણ ભારતીય શસ્ત્રોના ખરીદદાર છે.
ભારતે અત્યાર સુધીમાં ડિફેન્સ એક્સપોર્ટનો રેકોર્ડ તોડ્યો છે. પાંચ વર્ષમાં ડિફેન્સ નિકાસ લગભગ આઠ ગણી વધી છે. ૨૦૧૫-૧૬માં ભારતની નિકાસ ૨૦૫૯ કરોડ રૂપિયાની હતી જ્યારે ૨૦૧૯-૨૦માં ૯૧૧૫ કરોડ અને ૨૦૨૦-૨૧માં ૮૪૩૪ કરોડના શસ્ત્રોની ભારતે નિકાસ કરી હતી.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ગયા વર્ષમાં કોવિડના કારણે ડિફેન્સ એક્સપોર્ટને અસર થઈ હતી. ત્યાર પછી તેમાં જાેરદારર વધારો થયો છે. ભારત જે શસ્ત્રોની નિકાસ કરે છે તેમાં પ્રાઈવેટ સેક્ટરનો હિસ્સો લગભગ ૭૦ ટકા છે જ્યારે ૩૦ ટકા હિસ્સો પબ્લિક સેક્ટરની કંપનીઓનો છે. અત્યારે વૈશ્વિક સ્તરે પણ પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ ડિફેન્સ માર્કેટમાં લગભગ ૭૦ ટકા હિસ્સો ધરાવે છે.
ભારત પાસેથી વિદેશની સેનાઓ પર્સનલ પ્રોટેક્ટિવ આઈટમ્સ, ઓફશોર પેટ્રોલ વેસેલ્સ, એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર્સ, એસયુ એવિયોનિક્સ, કોસ્ટલ સર્વેલન્સ માટેના શસ્ત્રોની ખરીદે છે. આ ઉપરાંત સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટનું ઉત્પાદન પણ કરે છે જેને તેજસ નામ અપાયું છે.
તેજસની ખરીદીમાં સાઉથ ઇસ્ટ એશિયાના ઘણા દેશોને રસ પડ્યો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ભારતે સ્વદેશમાં બનેલી મ્ટ્ઠિરસ્ર્જ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના વેચાણ માટે ફિલિપાઈન્સ સાથે ડીલ કરી હતી. ભારત અને રશિયાના સહયોગથી વિકસીત બ્રહ્મોસ મિસાઈલ સમગ્ર વિશ્વમાં સૌથી શક્તિશાળી અને ખતરનાક શસ્ત્રો પૈકી એક ગણવામાં આવે છે.
બહુ ઓછા દેશો હાલમાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બનાવવાની ક્ષમતા ધરાવે છે જેમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત રશિયા, ઇઝરાયલ અને અમેરિકા પાસેથી સૌથી વધુ શસ્ત્રો ખરીદે છે. પરંતુ અમેરિકન કંપનીઓની સપ્લાય ચેઈનમાં હવે ભારતીય કંપનીઓ પણ સામેલ થઈ રહી છે.