Western Times News

Gujarati News

રોટલી અને ભાખરીના ધાન પકવવા પાછળ લાખો લીટર પાણી અને વીજળીનો ઉપયોગ થાય છે

ગુજરાતમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને હરિયાળા ભવિષ્યને આકાર આપવા માટેના કાર્યક્રમ ગ્રીનપ્રેન્યોર 2023 નું અમદાવાદના AMA ખાતે આયોજન

‘રિસ્પેક્ટ ફૂડ’ અને ક્લાઈમેટ ચેન્જ ઉપર યોગ્ય વ્યવસ્થાપન કરી આવનારી પેઢીને સારું પર્યાવરણ અને વાતાવરણ ભેટ આપીએ: મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન-AMA ખાતે ગુજરાતમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને હરિયાળા ભવિષ્યને આકાર આપવા માટે સમર્પિત ગ્રીનપ્રેન્યોર 2023 આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના MSME વિભાગના રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ જેવા ગંભીર વિષયો ઉપર ભાર મૂકતા કહ્યું કે, ભારતના વડાપ્રધાન તથા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી હતી.

તે સમયે ગુજરાત રાજ્ય સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબરનું તથા ભારત દેશમાં પહેલા નંબરનું રાજ્ય હતું જેણે ક્લાઇમેટ ચેન્જ જેવા ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી હતી. સમય કરતા આગળ વિચારતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010 માં ‘ક્લાયમેટ ચેન્જ’ વિષય ઉપર પુસ્તક પણ લખ્યું હતું.

મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ખોરાકનો માનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેનો બગાડ ના કરવો જોઈએ તેમ કહ્યું હતું. ‘રિસ્પેક્ટ ફૂડ’ ઉપર બોલતા તેમણે જણાવ્યું કે, આપણને સૌને ઘરમાં સામાન્ય રીતે બનતી રોટલી કે ભાખરીની એટલે કિંમત હોતી નથી પરંતુ આમ જોવા જઈએ તો તે રોટલી અને ભાખરીને પૂર્ણ રીતે તૈયાર થતા લગભગ ચાર મહિના જેટલો સમય લાગી જાય છે.

આ ચાર મહિનાના સમયમાં તે રોટલી અને ભાખરીના ધાન પકવવા પાછળ લાખો લીટર પાણી અને વીજળીનો ઉપયોગ થાય છે. Millions of liters of water and electricity are used to cook rotli and bhakhri rice

જીવન જરૂરિયાતની બાબતોમાં આપણે સૌ કોઈ કેવી રીતે પર્યાવરણને મદદરૂપ થઈ શકીએ તે વિષયને વિચારણા હેઠળ લેવો જોઈએ. આવનારી પેઢીને આપણે એક સારું વાતાવરણ અને પર્યાવરણ ભેટ કરવાનું છે તેના માટે ઉદ્યોગો અને તેના દ્વારા થતા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટને ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ.

આપણે પર્યાવરણને નુકસાન કરતી અમુક વસ્તુઓ ક્યારેય નહિ વાપરીએ તેવી કટિબદ્ધતા દર્શાવવી જોઈએ. આખા વિશ્વમાં 20 ટકા લોકો એવા છે જે ભૂખ્યા પેટે સુવા માટે મજબૂર છે. આ બધા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક પર્યાવરણની દ્રષ્ટિએ થતી ભૂલોને આભારી છે. પર્યાવરણને બચાવવાની શરૂઆત દરેક વ્યક્તિએ પોતાની જાતથી કરવી જોઈએ.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે રિન્યુએબલ એનર્જી, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, વેસ્ટ મેનેજમેન્ટ, ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ, ક્લીનઅને વધુ ટેક્નોલોજી, સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન, કન્ઝર્વેશન એન્ડ રિસ્ટોરેશન સર્કુલર અને સામાજિક અર્થવ્યવસ્થા, એન્ટરપ્રાઈઝ સર્વિસિસ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરી તેઓને પ્રતિષ્ઠિત ગ્રીનપ્રેન્યોર એવોર્ડ્સ આપવામાં આવ્યા. આ ઉપરાંત મંત્રીશ્રીના હસ્તે ગ્રીનપ્રેન્યોર ડિરેક્ટરી અને ગ્રીનપ્રેન્યોર  રેશનલ બાયો એપ લોન્ચ કરવામાં આવી હતી.

ગ્રીનપ્રેન્યોર 2023 કાર્યક્રમનું મુખ્ય મિશન ગ્રીન એન્ટરપ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપવાનું અને સહયોગી રીતે ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. આ ઇવેન્ટ વ્યક્તિઓ, પ્રોફેશનલ્સ, સ્ટાર્ટઅપ્સ, MSME લીડર્સ Xos, કોર્પોરેટ, એન્ટીટીઝ NGOs, સસ્ટેનેબિલિટી લીડર્સ અને પર્યાવરણ પ્રત્યે જુસ્સા ધરાવતા તમામ લોકો છે. ગ્રીનપ્રેન્યોર 2023 પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની મદદથી અને લગભગ 55 પ્રકરણોના નેટવર્ક દ્વારા દેશભરની સંસ્થાઓ સુધી પહોંચીને પર્યાવરણને ફાયદાકારક આ અનોખી પહેલને સમર્થન આપી રહી છે.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ વ્હીપ શ્રી જગદીશભાઈ મકવાણા, યુડીઝ સોલ્યુશન્સ લિમિટેડના ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, ભારતીય પોલીસ સેવાના પોલીસ મહાનિર્દેશક IPS શ્રી અનિલભાઈ પ્રથમ, Pabiben.com ના સ્થાપક પબીબહેન રબારી, અભિનેત્રી અને ફ્યુચર તૈયારીના સ્થાપક શ્રી શ્રદ્ધાબહેન મુસાળે અને વ્યાપાર જગતના અન્ય લોકો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.