Western Times News

Gujarati News

લંડનના હિથ્રો એરપોર્ટ પર આગ ફાટી નીકળતા લાખો પ્રવાસી અટવાયા

લંડન, યુરોપના સૌથી વધુ વ્યસ્ત લંડનના હિથ્રો એરપોર્ટ નજીક શુક્રવારે આગ ફાટી નીકળી હતી. જેના કારણે એરપોર્ટ બંધ કરવુ પડ્યુ હતું અને લાખો પ્રવાસીઓ અટવાયા હતા.

આગના પગલે એરપોર્ટ પર વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને વીજ પુરવઠો ફરી ક્યારે શરૂ થશે તે અંગે સત્તાધિશો પાસે કોઈ જવાબ નથી. જેને જોતાં માત્ર એક દિવસમાં સ્થિતિ યથાવત થવાની શક્યતા ધુંધળી બની છે.

હીથ્રો એરપોર્ટથી ઊડાન ભરનારી ૧,૩૫૦ ફ્લાઈટને આગથી અસર પહોંચી છે. ફ્લાઈટ રદ થવાથી અનેક પ્રવાસીઓ પોતાની મુસાફરીને રીશીડ્યુલ કરી રહ્યા છે અને તેના કારણે એરલાઈન્સને વધારાના પ્લેન તથા ક્‰ની જરૂર પડશે.

આ સંજોગોમાં પરિસ્થિતિ યથાવત થવામાં દિવસો લાગી શકે છે. આગ લાગવાના કારણ અંગે સત્તાધિશો પાસે નક્કર માહિતી નથી અને આ ઘટનામાં પ્રાથમિક તબક્કે કશું શંકાસ્પદ જણાયું નથી.પશ્ચિમ લંડનમાં રહેતા વસાહતીઓના જણાવ્યા મુજબ, તેમણે મોટા ધડાકાનો અવાજ સાંભળ્યો હતો.

ત્યારબાદ આગની જ્વાળાઓ દેખાઈ અને ચારે બાજુ ધુમાડા છવાઈ ગયા હતા. આગના કારણે એરપોર્ટની નજીકમાં આવેલું ઈલેક્ટ્રિક્લ સબસ્ટેશન તબાહ થઈ ગયુ હતું. એરપોર્ટ બંધ કરવાની જાહેરાત થઈ ત્યારે ૧૨૦ જેટલી ફ્લાઈટ હવામાં હતી.

કેટલીક ફ્લાઈટને પાછી વાળવામાં આવી હતી. અન્ય કેટલીક ફ્લાઈટ્‌સને લંડન બહારના ગેટવિક એરપોર્ટ તથા પેરિસ નજીક ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પર ડાઈવર્ટ કરવામાં આવી હતી. વિશ્વના સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટમાં હીથ્રોની ગણતરી થાય છે.

જાન્યુઆરી મહિનો હીથ્રો એરપોર્ટ માટે ખૂબ વ્યસ્ત રહ્યો હતો. આ સમયગાળામાં ૬૩ લાખ પ્રવાસીઓ હીથ્રો એરપોર્ટ પર આવ્યા હતા, જે અગાઉના વર્ષના સમાન સમયગાળા કરતા પાંચ ટકા વધુ છે.

૨૦૧૦માં આયર્લેન્ડ નજીક જ્વાળામુખીના ફાટવાથી વાતાવરણમાં રાખ-ધુમાડો ફેલાઈ ગયા હતા અને મહિનાઓ સુધી હવાઈ સેવા ઠપ રહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.