મ્યાંમારમાં ભારતીયોને બંધક બનાવવા પર વિદેશ મંત્રાલયની કાર્યવાહી

હૈદરાબાદ, વિદેશ મંત્રાલયે મ્યાંમારમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને નોકરીની જાળમાં ફસાવનારા રેકેટમાં સામેલ ૪ કંપનીઓની ઓળખ કરી છે. એમ કહેવાઈ રહ્યું છે કે લગભગ ૧૦૦થી ૧૫૦ ભારતીય હાલ પણ ત્યાં ફસાયેલા છે.
વિદેશ મંત્રાલય ભારતીયોને બચાવવા માટે કામ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં અધિકારીઓ ૩૨ લોકોને બચાવવામાં સફળ રહ્યાં છે. હાલ ઓછામાં ઓછા ૫૦૦ ભારતીયો અહીં ફસાયેલા છે. દરેક દિવસે ઓછામાં ઓછા ૧૦-૨૦ ભારતીયોને મ્યાવાડી અને માઈ સોટ લાવવામાં આવે છે.
રિપોર્ટ મુજબ ઓફિસ ઓફ ધ પ્રોટેક્ટ ઓફ ઈમિગ્રેન્ટ્સે(પીઓઈ-હૈદરાબાદ)ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં ઓકેએક્સ પ્લસ(દુબઈ સ્થિત), લાજાદ, સુપર એનર્જી ગ્રુપ અને જેનટિયન ગ્રુપને આ નોકરીઓ આપનારી કંપનીઓ તરીકે ઓળખ કરવામાં આવી છે.
આ નોકરીઓમાં ફંસાયેલા ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ઓનલાઈન ચીની મહિલાઓ તરીકે રજૂ કરવામાં આવ્યા અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે અમેરિકા અને યુરોપના અમીરના લોકોએ દંગો કર્યો ઘણી આઈટી કંપનીઓના કર્મચારીઓને બંધક બનાવી રાખવાના રેકેટનું મુખ્ય કેન્દ્ર મ્યાવાડીમાંથી ચાલે છે.
જે આઈટી એસઈઝેડ ક્ષેત્ર માઈ સોટથી વધુ દૂર નથી. એમ કહેવાઈ રહ્યું છે કે થાઈલેન્ડ-મ્યાંમાર સીમા પર આવેલા મ્યાવાડીમાં આ ધંધાને મોટાપાયે ચીનના નાગરિકો કન્ટ્રોલ કરે છે.
અહી ફસાયેલા મુંબઈના એક આઈટી પ્રોફેશનલ્સે કહ્યું કે જાે અમને જીવતા બહાર કાઢવા હશે તો ભારતીય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે. પીઓઈ કાર્યાલયે કહ્યું કે નોકરી મેળવવા માંગતા લોકો વીઝા-ઓન-અરાઈવલની સુવિધાનો ઉપયોગ કરીને બેંગકોક પહોંચે છે અને ઝડપથી તેમને મ્યાંમારમાં મોકલવામાં આવે છે. આ કારણે તેમના આવવા અને આગળની અવર-જવર પર નજર રાખવી ત્યાં સુધી શક્ય નથી, જ્યાં સુધી પીડિતો કે તેમના સંબંધીઓ મિશનનો સંપર્ક કરતા નથી.SS1MS