Accident : અકસ્માતમાં સગીરનું મોત, પિતા સામે નોંધાયો ગુનો
અમદાવાદ, આપણી આસપાસ એવા અનેક વાલીઓ આપણે જાેતા હોઇએ છીએ કે, જે પોતાના સગીર સંતાનોને વાહન ચલાવવાની છૂટ આપી દે છે.
આવા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરની કુબેરનગરની ૧૬ વર્ષની સગીરા ટુ-વ્હીલર પર સ્કૂલે જઇ રહી હતી. તેણે તેની જ સોસાયટીમાં રહેતા સગીરને વાહન ચલાવવા માટે આપ્યુ હતુ. ટુ વ્હીલર અચાનક સ્લીપ થઇ જતા બંને લોકો પટકાયા હતા.Minor dies in accident, crime registered against father
આ ગમખ્વાર અકસ્માતમાં સગીરનું હોસ્પિટલમાં મોત નીપજ્યુ છે જ્યારે સગીરાને પણ ગંભીર ઇજા પહોંચી છે. જે બાદ જી ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરાનાં પિતા સામે ગુનો નોંધ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કુબેરનગરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા હીરાનંદ ગનવાણીએ ૧૬ વર્ષની દીકરી ભૂમિને શાળામાં જવા માટે ટુ-વ્હીલર આપ્યું હતું. ભૂમિએ સ્કૂલે જતી વખતે દેવેષ જસરાજાણીને વાહન ચલાવવા આપ્યું હતું.
સોસાયટીના ગેટ પાસે જ ટુ-વ્હીલર સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે બંનેને ગંભીર ઈજા થઇ હતી. આ જાેતા આસપાસનાં લોકો પણ ભેગા થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ અકસ્માતમાં સગીરનું મોત થયું હતું અને સગીરા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.
ભૂમી સગીર અને તેની પાસે લાઇસન્સ ન હોવા છતાં તેને વાહન ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જી-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. રબારી હોસ્પિટલ પહોંચી ગયા હતા.
સગીરા પાસે લાઇસન્સ ન હોવા છતાં તેને વાહન ચલાવવા આપવા બદલ પીઆઈ પોતે ફરિયાદી બન્યા છે. સગીરાના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. જુનાગઢમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં પોલીસ કર્મીનું મોત નીપજ્યુ હતુ.
બે વર્ષ પહેલા, પીએસઆઈ ડી.કે. સીંગરખીયા ભવનાથ તળેટીમાં ફુટ પેટ્રોલીંગમાં નિકળ્યા હતા તે સમયે કારે ટક્કર મારતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને ખાનગી હોસ્પટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાં તેમનું નિધન થયું છે. અકસ્માત સર્જનાર કાર ચાલક સગીર હતો અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. સગીર કાર ચાલક સામે પોલીસે કલમ ૩૦૪ મુજબનો ગુનો દાખલ કર્યો છે. ઘટના સમયે સગીર કાર ચાલક સાથે તેના બે મિત્રો પણ કારમાં સાથે હતા. સગીર જૂનાગઢના જાણીતા બીલ્ડરનો પુત્ર હતો.SS1MS