સિગારેટના મુદ્દે સગીરે યુવકની છરી મારી હત્યા કરી

અમદાવાદ , અમદાવાદ શહેર અને જિલ્લામાં જાણે કે રોજેરોજ હત્યા થઇ રહી છે ત્યારે જ સાણંદના ઝોલાપુર નવાપર ખાતે પાનના ગલ્લે સિગારેટના મુદ્દે તકરાર થતાં એક સગીરે ભરત પટેલ નામના યુવકની છાતીમાં છરી મારીને હત્યા કરી હતી. આ અંગે સાણંદ પોલીસને જાણ થતાં પોલીસે હત્યારા સગીરને ઝડપી લઇ તપાસ શરૂ કરી છે.
વિચિત્ર બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે બુધવારે રાત્રિના સાડા દસેક વાગ્યાના સુમારે સાણંદના ઝોલાપુર ગામની ભાગોળે આવેલા હિંગળાજ પાન પાર્લર પર ભરત પટેલ અને એક સગીર બેઠા હતા. ત્યાં સિગારેટ આપવાના મુદ્દે તેમની વચ્ચે કોઇ તકરાર થઇ હતી. તેમાં ઉશ્કેરાઇ ગયેલા સગીરે ભરત પટેલને છાતીમાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યાે હતો.
આ અંગે ભરતના પિતા બળદેવભાઇ પટેલની ફરિયાદ લઇ સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલાએ સગીરને ઝડપી લઇ વધુ તપાસ આદરી છે. હાલ માત્ર સિગારેટને કારણે થયેલા ઝઘડામાં જ હત્યા થઇ કે અન્ય કોઇ કારણ છે તેની તપાસ ચાલી રહી છે.
અનિલ સ્ટાર્ચ મિલ ખાતે ચાલીમાં રહેતા જિજ્ઞેશ બાબુલાલ ડોડિયાએ શહેર કોટડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે સવારે સાડા છ વાગ્યાના સુમારે તેના મોટા પપ્પા અંબાલાલભાઇ મંદિરની સફાઇ કરવા માટે ગયા હતા.
તેઓ મંદિર પાસે પહોંચ્યા હતા ત્યારે મંદિરમાથી ધસી આવેલા એક યુવકે તેમને પકડીને પીઠના ભાગે મક્કા માર્યા હતી. તેથી તે ઢળી પડ્યા હતા અને હોસ્પિટલ લઇ જવાતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
હુમલો કરનાર યુવકને લોકોએ ઝડપી લીધો હતો. તેનું નામ પર્મિત હેમંતભાઇ શાહ (રહે. ફલાવરકુંજ સોસાયટી, નવરંગપુરા) જાણી શકાયું છે. તેણે અંબાલાલભઇ ડોડિયા પર શા માટે હુંમલો કર્યાે તેની પોલીસ પૂછપરછ કરી રહી છે.SS1MS