શાહિદ કપૂરના પરિવારમાં સૌથી વધુ ફરિયાદ કરે છે મીરા રાજપૂત

મુંબઈ, શાહિદ કપૂર અને મીરા રાજપૂત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ક્યૂટ કપલ પૈકીના એક છે. તેઓ જાહેરમાં એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરતાં ખચકાતા નથી. મીરા માત્ર શાહિદને જ નહીં તેના પરિવારને પણ એટલો જ પ્રેમ કરે છે. પરિવાર વચ્ચેનું બોન્ડ પણ કેટલીયવાર જાહેરમાં ઉડીને આંખે વળગ્યું છે. મીરા રાજપૂત શાહિદના ભાઈ ઈશાન ખટ્ટરની પણ ખૂબ નજીક છે. બંને વચ્ચે મૈત્રીભર્યા સંબંધો છે.
હાલમાં જ ઈશાન ખટ્ટરે ભાભી મીરા સાથેના બોન્ડ વિશે વાત કરી છે અને તેને પરિવારમાં સૌથી વધુ ફરિયાદ કરતી વ્યક્તિ પણ ગણાવી છે.
ઈશાન ખટ્ટરને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, પરિવારમાં સૌથી વધુ ફરિયાદ કરનાર વ્યક્તિ કોણ છે? ત્યારે ઈશાને ખચકાતાં-ખચકાતાં મીરાનું નામ લીધું હતું. તેણે વિસ્તારપૂર્વક આ વિશે વાત કરતાં કહ્યું, “તેણી હંમેશા ફરિયાદ કરતી રહે છે. ‘તારા જૂતા કેમ અહીં મૂકી રાખ્યા છે, તે આ નથી કર્યું કે તે પેલું નથી કર્યું, તું ૧૦ મિનિટ મોડો આવ્યો છે’ કે આવું કંઈપણ તે કહેતી રહે છે પરંતુ ક્યૂટ અંદાજમાં. બીજી કોઈ બાબતે તેને ફરિયાદ નથી હોતી.”
પરિવારમાં સૌથી સારી સરપ્રાઈઝ કોણ આપે છે અથવા કોણ તેનું આયોજન કરે છે? આ સવાલના જવાબમાં પણ તેણે ભાભી મીરાનું નામ લીધું હતું. મીરાના વખાણ કરતાં ઈશાને કહ્યું, “હું તેની સાથે વધુ સમય વિતાવવા માગુ છું. મને તેની સાથે સમય વિતાવવો ગમે છે.
હું તેની પાસેથી તેનું જ્ઞાન ચોરવા માગીશ. તે આયુર્વેદ, ફૂડ, સંસ્કૃતિ બધી જ બાબતો અંગે સારું જ્ઞાન ધરાવે છે. તે પુસ્તકિયો કીડો છે પરંતુ તેની પાસે સારું એવું જ્ઞાન પણ છે.”
વર્કફ્રંટની વાત કરીએ તો, ઈશાન ખટ્ટર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ફોન ભૂત’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને સિદ્ધાંત ચતુર્વેદી પણ હતા. હવે ઈશાન આર્મી ટેન્ક કમાન્ડરના રોલમાં ફિલ્મ ‘પીપા’માં જાેવા મળશે. આ ફિલ્મ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે.SS1MS