ઈશાનના બર્થ ડે પર મીરા રાજપુતે શેર કર્યો મજેદાર ફોટો
મુંબઈ, મીરા રાજપૂત અને ઈશાન ખટ્ટર બોલિવુડની બેસ્ટ દિયર-ભાભીની જાેડીમાંથી એક છે. શાહિદ કપૂર આમ તો પત્ની તેમજ બંને બાળકો સાથે જ્યારે ઈશાન મમ્મી નીલિમા આઝીમ સાથે રહે છે.
જાે કે, તેમની વચ્ચેનો પ્રેમ અતૂટ છે. ૧ નવેમ્બર ઈશાન ખટ્ટરનો ૨૭મો બર્થ ડે હતો, ત્યારે તેને વિશ કરતાં ભાભી મીરા રાજપૂતે એક તસવીર શેર કરી છે. જેમાં તે કપલના ફોટોમાં ફોટોબોમ્બ બનવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. મીરા તેને હટાવવા માટે ધક્કો મારી રહી છે તો બીજી તરફ ઈશાનને કંઈ પડી જ ન હોય તેમ હસી રહ્યો છે.
આ બધાની વચ્ચે શાહિદ કપૂર બરાબરની મજા લઈ રહ્યો છે. તસવીરની સાથે જે કેપ્શન લખ્યું છે તે મજેદાર છે. મીરા રાજપૂતે લખ્યું છે ‘અમારે બે બાળકો છે જેઓ પોતાના બેડ પર ઉંઘે છે પરંતુ એક એવું છે જે અમારા બેડ પરથી ખસતું નથી. હેપ્પી બર્થ ડે @ishaankhatter તું જાણે છે કે અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ #everyonesfavourite. મમ્મી નીલિમા આઝીમે કોમેન્ટ કરતાં લખ્યું છે ‘મારા જાન મારા બાળકને શુભેચ્છા. ફોન ભૂતમાં પર્ફોર્મન્સ સાથે તે મને ખુશી અને ગર્વની અનુભૂતિ કરાવી છે. તું અદ્દભુત છે’.
તો ફેન્સે કોમેન્ટ સેક્શનમાં મીરા અને ઈશાનના બોન્ડિંગના વખાણ કર્યા છે. ઈશાન ખટ્ટરના મ્હ્લહ્લ અને અપકમિંગ ફિલ્મ ‘ફોન ભૂત’ના કો-સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદીએ પણ તેને વિશ કર્યું છે.
તેણે લખ્યું છે ‘મારો ગુલ્લુ, મારો ઈશુ, મારો ભાઈ! મસ્તીખોર, દિલનો ચોર અને નાચે તો ફોડ! પ્રેમ અને જીવનથી ભરપૂર! મારી અંદર રહેલા આર્ટિસ્ટને પ્રેરિત કરતો રહેશો અને હંમેશા મારી સાથે રહેજે. તું આગળ શું કરીશ તે જાેવા માટે આતુર છું. હેપ્પી બર્થ ડે. ઈશાન ખટ્ટરે ૨૦૦૫માં આવેલી ફિલ્મ ‘વાહ લાઈફ હો તો ઐસી’થી ચાઈલ્ડ એક્ટર તરીકે એક્ટિંગની શરૂઆત કરી હતી.
જેમાં લીડ રોલમાં શાહિદ કપૂર અને અમૃતા રાવ હતા. ત્યારબાદ તે બીયોન્ડ ધ ક્લાઉડ્સ, ખાલી પીલી અને ધડકમાં જાેવા મળ્યો હતો. હાલ તે ૪ નવેમ્બરે રિલીઝ થનારી અપકમિંગ ફિલ્મ ‘ફોન ભૂત’ની રાહ જાેઈ રહ્યો છે, જેમાં કેટરીના કૈફ પણ છે. આ સિવાય તેની પાસે રિયલ-લાઈફ વૉર હીરોના જીવન પર આધારિત ફિલ્મ ‘પિપ્પા’ છે.SS1MS