Western Times News

Gujarati News

મિર્ઝાપુર સીઝન ૩ ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ

મુંબઈ, ઓટીટીની દુનિયામાં રાજ કરનાર કાલિન ભૈયા અને ગુડ્ડુ પંડિત ફરી એકવાર ‘મિર્ઝાપુર ૩’થી કમબેક કરવા જઈ રહ્યા છે. હાલમાં જ સીરિઝનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેણે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

પોસ્ટરની સાથે સીરિઝની સ્ટોરી અને રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ક્રાઈમ અને Âથ્રલર વેબ સીરિઝ ‘મિર્ઝાપુર ૩’ આ વર્ષે ઓટીટી પર હિટ થવા જઈ રહી છે. સીરિઝનું પહેલું પોસ્ટર પણ સામે આવ્યું છે જે સત્તાની સીટ વિશે જણાવે છે.

આ જોઈને હવે આ ખુરશી કોને મળશે તે જાણવા ચાહકો વધુ ઉત્સુક થઈ ગયા છે. ચાહકોની આતુરતા જોઈને એ સ્પષ્ટ થઈ ગયું કે સિરીઝની ત્રીજી સિઝન પણ બ્લોકબસ્ટર હિટ થવાની છે.

ગઈકાલે, અલી ફઝલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સંબંધિત એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે ગુડ્ડુ પંડિત તરીકે પોતાની પંક્તિઓ સંભળાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો શેર કરતી વખતે અલીએ લખ્યું હતું, ‘ શરૂ થઈ ગયું છે… શું તમે તૈયાર છો? કાલે કંઈક આવી રહ્યું છે. કાલે કંઈક થઈ રહ્યું છે. બમ્પર હંગામો થવાનો છે.

આવતીકાલે એટલે કે ૧૯ માર્ચ, ૨૦૨૪. તેણે હેશટેગ્સમાં ગુડ્ડુ, ગુડ્ડુ પંડિત અને મિર્ઝાપુરનો ઉપયોગ કર્યો હતો. અભિનેતાની આ પોસ્ટ પણ તરત જ વાયરલ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે ‘મિર્ઝાપુર’ની અત્યાર સુધી બે સિઝન રિલીઝ થઈ ચૂકી છે. તેની પ્રથમ સિઝન ૧૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ આવી હતી. જેણે ઓટીટી વિશ્વમાં હલચલ મચાવી દીધી હતી.

સીરીઝમાં અલી ફઝલ અને પંકજ ત્રિપાઠીની જોરદાર અભિનયએ ચાહકોને પ્રભાવિત કર્યા હતા અને પંકજ ત્રિપાઠીએ ‘કાલીન ભૈયા’ બનીને ચાહકોના દિલ જીતી લીધા હતા. આ પછી સિરીઝની બીજી સિઝન આવી જે ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ રિલીઝ થઈ હતી.

વિજય વર્મા જેવા ઘણા દિગ્ગજ કલાકારો સીઝન ૨ માં શ્રેણીમાં જોડાયા હતા. જેણે દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા. હવે ચાહકો તેની ત્રીજી સિઝનની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે આ વર્ષે રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.