મિર્ઝાપુર સિઝન 3ની પ્રિમીયર ડેટની પ્રાઇમ વિડિયો એક્સેલ મીડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા જાહેરાત, 05 પર થશે સ્ટ્રિમીંગ
મુંબઈ, દેશના લોકપ્રિય એન્ટરટેઇનમેન્ટ ડેસ્ટિનેશન પ્રાઇમ વિડિયોએ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે, તે મિર્ઝાપુરની ત્રીજી સિઝનની પ્રિમીયર ડેટની આજે જાહેરાત કરી હતી.
ભારે પ્રશંસા પામેલી આ ફ્રેન્ચાઇઝીએ દર્શકોને સત્તા, વેર, મહત્ત્વાકાંક્ષા, રાજકારણ, દગો, અને જટિલ પારિવારિક આંટી-ઘૂંટીમાં જકડ્યા હતા. લોકપ્રિય નેમોનિક MS3W (‘મિર્ઝાપુર સિઝન 3 વ્હેન’) ફરતે વ્યાપેલી અટકળોનો અંત લાવતાં અને લોન્ચિંગની તારીખ જાહેર થવાની રાહ જોઈ રહેલા લાખો પ્રશંસકોને આનંદિત કરી દેતાં પ્રાઇમ વિડિયોએ તેના એવોર્ડ વિજેતા શોની નવી સિઝન 05 તારીખે લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
સિઝન 3 સાથે ફલક વધુ વિશાળ બન્યું છે. જોકે, શાસન સમાન જ રહ્યું છે અને તમામ આંખો મિર્ઝાપુરની કાલ્પનિક દુનિયાના સિંહાસન પર મંડાયેલી છે. સૌથી મોટો સવાલ એ છે કે, સત્તા અને વર્ચસ્વની લડાઈમાં મિર્ઝાપુરની ગાદી હાંસલ કરવામાં આવશે કે આંચકી લેવામાં આવશે.
એક્સેલ મીડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આ ફેન-ફેવરિટ ક્રાઇમ થ્રીલરનું દિગ્દર્શન ગુરમીત સિંહ અને આનંદ ઐયર દ્વારા કરવામાં આવ્યું છે.
સિરીઝ પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, ઇશા તલવાર, અંજુમન શર્મા, પ્રિયાંશુ પઇન્યુલી, હર્ષિતા શેખર ગૌર, રાજેશ તૈલંગ, શીબા ચઢ્ઢા, મેઘના મલિક અને મનુ ઋષિ ચઢ્ઢા સહિતના કલાકારોને ચમકાવતી દસ એપિસોડની સિરીઝનો એક્સક્લુઝિવ પ્રિમીયર ભારતમાં પ્રાઇમ વિડિયો પર અને વિશ્વના 240 દેશો અને ટેરિટરીઝમાં 05 પર યોજાશે. ભારતમાં પ્રાઇમ મેમ્બર્સ પ્રતિ વર્ષ માત્ર 1,499 રૂપિયાની સિંગલ મેમ્બરશિપમાં બચત, સુવિધા તથા મનોરંજનનો આનંદ ઊઠાવી શકે છે.
“તેની વિશ્વસનીયતા, સુપેરે ઘડવામાં આવેલાં પાત્રો, એકધારી ગતિ અને અનેકવિધ રોમાંચક વળાંકો ધરાવતી સ્ટોરીલાઇન સાથે મિર્ઝાપુરે વિશ્વભરનાં દર્શકોનાં દિલ જીતી લીધાં છે. મિર્ઝાપુર ફ્રેન્ચાઇઝીએ બહોળો ચાહક વર્ગ ઊભો કર્યો છે અને તેનાં પાત્રો લોકપ્રિય સંસ્કૃતિનો ભાગ બની ગયાં છે.
પ્રાઇમ વિડિયો પર અમે આ ફ્રેન્ચાઇઝીને અત્યંત લોકપ્રિય બનાવનારા ચાહકોને તાજગીસભર નવી સિઝન દર્શાવવા માટે ઉત્સાહિત છીએ. અમારા લાંબા ગાળાના પાર્ટનર એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે જોડાણ કરીને મિર્ઝાપુર સાગાનું નવું પ્રકરણ રજૂ કરતાં અમે રોમાંચ અનુભવીએ છીએ”, એમ પ્રાઇમ વિડિયો ઇન્ડિયાના હિંદી ઓરિજીનલ્સના હેડ નિખિલ મેડોકે જણાવ્યું હતું.
એક્સેલ એન્ટરટેઇનમેન્ટના પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ જણાવ્યું હતું, “મિર્ઝાપુરની પ્રથમ બે સિઝનને ભારત અને વિશ્વભરના અમારા પ્રશંસકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો, જે સાચે જ હૃદયસ્પર્શી બાબત છે.
દર્શકોની આ ઉમળકાભેર મળેલી સહાય અમને અમારી સીમાઓ વિસ્તારવામાં અને અદ્ભુત કન્ટેન્ટ પૂરું પાડવા માટે પ્રેરિત કરે છે. પ્રાઇમ વિડિયો સાથેનું અમારૂં જોડાણ આ સફળતાનો પુરાવો છે અને અમે દર્શકોને ગમી જાય તેવી વાર્તાઓ પૂરી પાડતા રહેવા માટે કટિબદ્ધ છીએ. દર્શકો ફરી મિર્ઝાપુરના વિશ્વમાં ડોકિયું કરે અને સિઝન 3ની રોમાંચક સફરનો અનુભવ કરે, એ જોવા માટે અમે તત્પર છીએ.”