નીલિમા પાસેથી કથ્થક શીખી રહી છે મિશા કપૂર
મંુબઈ, શાહિદ કપૂર અને મીરા રાજપૂતની છ વર્ષની દીકરી મિશા કપૂરે અન્ય કોઈ ડાન્સ ફોર્મના બદલે ક્લાસિકલ ડાન્સ કથ્થક શીખવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે ટ્રેનિંગ લેવાનું શરૂ કરી દીધું છે અને તેના ગુરુ બીજા કોઈ નહીં પરંતુ દાદી નીલિમા આઝીમ છે.
એક્ટર અને થિયેટર આર્ટિસ્ટ સિવાય શાહિદના મમ્મી કથ્થક ડાન્સ છે. તેઓ ઘણીવાર પ્રેક્ટિસ કરતાં રહે છે અને તેમના વીડિયો સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે.
રવિવારે, મિશાએ દાદી પાસેથી તેના મુંબઈમાં આવેલા લક્ઝુરિયસ ઘરે સેશન લીધું હતું. મીરા રાજપૂતે દાદી અને પૌત્રીએ કરેલી ડાન્સ પ્રેક્ટિસની સુંદર ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી. આ તસવીરોમાં કપલના ભવ્ય બેઠક રૂમની ઝલક પણ જાેવા મળી.
મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલી તસવીરોમાંથી એકમાં, નીલિમા આઝીમ મિશાને કેટલાક કથ્થક સ્ટેપ્સ શીખવી રહ્યા છે. જેમાં મિશાનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી. અન્ય તસવીરમાં બંનેએ સન કિસ્ડ રૂમમાં ડાન્સ પોઝ આપ્યો છે.
મીરા, જે ગુરુ-શિષ્યા વચ્ચેની હૃદયસ્પર્શી ક્ષણો કેપ્ચર કરવામાં વ્યસ્ત હતી તેણે લખ્યું હતું ‘આ સમય છે’. તસવીરાં શાહિદ અને મીરાની બાલ્કનીમાં રહેલી કાચની મોટી બારીની સાથે સુંદર ઈન્ટિરિયર જાેઈ શકાય છે. ગત વર્ષે, શાહિદ કપૂર અને મીરા રાજપૂત બંને બાળકો સાથે નવા ઘરમાં શિફ્ટ થયા હતા.
પહેલા તેઓ જૂહુમાં રહેતા હતા, જ્યાં તેમનું ઘર દરિયાકિનારે હતું. ત્યાંથી તેઓ સપ્ટેમ્બરમાં વર્લીમાં આવેલા લક્ઝુરિયસ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા. બંનેએ તેમના ફોલોઅર્સ સાથે નવા ઘરની ઝલક દેખાડતી કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. ગત વર્ષના રિપોર્ટ્સમાં, એક્ટરે આ ઘર ૫૮ કરોડ રૂપિયામાં ખરીદ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ સ્ક્વેર ફીટની બાલ્કની છે.
મીરા, જેને હોમ ડેકોરમાં રસ છે તેણે પણ આ ઘરને સજાવવામાં ખાસ ભૂમિકા ભજવી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શાહિદ કપૂર છેલ્લે ફિલ્મ ‘જર્સી’માં મૃણાલ ઠાકુર સાથે જાેવા મળ્યો હતો, જે બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. અન્ય એક્ટરની જેમ તે પણ વેબ સીરિઝ તરફ વળ્યો છે. તે ખૂબ જલ્દી ડિરેક્ટર રાજ અને ડીકેની ‘ફર્જી’માં દેખાશે. તેની સાથે સાઉથ સ્ટાર વિજય સેથુપતિ પણ છે.SS1MS