Western Times News

Gujarati News

મિસ ઇન્ડિયા નંદિનીએ મિસ વર્લ્ડ સ્પર્ધામાં ટોપ ૨૪માં સ્થાન બનાવ્યું

મુંબઈ, ભારત આ વર્ષે મિસ વર્લ્ડ સ્પર્ધાની યજમાની કરી રહ્યું છે, ત્યારે હૈદ્રાબાદમાં આ પિજેન્ટની વિવિધ સ્પર્ધાના રાઉન્ડ યોજાઈ રહ્યા છે. ત્યારે હવે આ સ્પર્ધા અંતિમ તબક્કામાં પહોંચી રહી છે.

આ વખતે આપણા યજમાન દેશનું પ્રિતિનિધિત્વ રાજસ્થાનની નંદિની ગુપ્તા કરી રહી છે.ગુરુવારે આ સ્પર્ધાના કન્ટેન્સ્ટ્‌સમાંથી ટોચના ૨૪ ફાઇનિસ્ટની જાહેરાત થઈ હતી, જેમાંથી સઘન સ્પર્ધા અને ઓડિશન્સ પછી ૧૦૦ યુવતીઓમાંથી આ પસંદગી થઈ હતી. શુક્રવારે આ સ્પર્ધકોએ ફરી એક વખત ટેલેન્ટ રાઉન્ડમાં ગ્લોબલ ઓડિયન્સ સમક્ષ પોતાની અલગ અલગ સ્કીલ દર્શાવી હતી.

આ રાઉન્ડમાં સ્પર્ધકોએ દુનિયાભરના ક્લાસિકલ મ્યુઝિક, મોડર્ન ડાન્સ, ગાયન, તેમજ ફોક ડાન્સ અને વિવિધ કળાઓની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરી હતી.

તેમાંથી યૂએસ, પોલેન્ડ, નાઇજેરિયા, ફિલિપિન્સ, માલ્ટા, ઇટાલી, ઇન્ડોનેશિયા, ત્રિનિદાદ અને ટોબેગો, એસ્ટોનિયા, જર્ણની, બ્રાઝિલ, કેમન આઇલેન્ડ્‌ઝ, નેધરલેન્ડ્‌ઝ, વેલ્સ, ચેક રિપબ્લિક, જમાઇકા, આર્જેન્ટિના, આયરલેન્ડ, ઓટ્રેલિયા, ઇન્ડિયા, શ્રીલંકા, ઇથોપિયા, કેમેરૂન અને કેન્યાની સુંદરીઓ ટોપ ૨૪માં પહોંચી ગઈ છે.

ટેલેન્ટ રાઉન્ડના વિજેતાને ટોપ ૧૦માં સ્થાન મળશે અને તે મિસ વર્લ્ડના તાજથી એક કદમ નજીક પહોંચી જશે.આ અંગે મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના સીઈઓ અને ચેર જુલિયા મોર્લેએ સ્પર્ધકોના ડેડિકેશનના વખાણ કર્યા હતા.

તેમણે કહ્યું, “તેમણે દર્શાવેલું ટેલેન્ટ તેમની મહેનત અને તેઓ જે સંસ્કૃતિને ગૌરવપૂર્વક રજૂ કરે છે, તે દર્શાવે છે. તેઓ હવે આગળના તબક્કા માટે મહેનત શરૂ કરી રહ્યાં છે, તો મારા તરફથી તેમને બધાનો શુભકામનાઓ છે.”બ્યૂટી વિથ એ પર્પઝ થીમ સાથે યોજાયેલા આ પીજેન્ટની ફાઇનલ ૩૧ તારીખે યોજાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.