સરકારી અધિકારીની દિકરી કરતી હતી એવું કામ કે તમે ચોંકી જશો
મા-બાપ મિસિંગની FIR નોંધાવા પોલીસ સ્ટેશન ગયા તો દીકરી….
(એજન્સી)અમદાવાદ, પશ્ચિમ વિસ્તારમાં રહેતા સરકારી અધિકારીની ૧૭ વર્ષીય દીકરી ગેલેરીમાંથી નીચે ઉતરીને ભાગી ગઈ હતી. પરિવાર ગુમ થયાની ફરીયાદ નોધાવવા પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.
બીજી તરફ કપડાં અને મોબાઈલની ચોરી કરી તે દુકાનદાર સગીરીાને લઈને પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા આવ્યો હતો. પરીવારે કંટાળીને ૧૮૧ અભ્યમ ટીમને ફોન કરીને જાણ કરી હતી. ૧૮૧ની ટીમે સગીરા અને પરીવરનું કાઉન્સેલીગ કરીને સમજાવ્યા હતા. બાદમાં સગીરાએ પરીવારની માફી માંગીને સમાધાન કર્યું હતું.
પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક મહીલા સરકારી અધિકારીએ ૧૮૧ અભયમને ફોન કરીને કહયું કે, હું અને મારા પતિ સરકારી નોકરી કરીએ છીએ બંને ઉચ્ચ હોદો પર ફરજ બજાવે છે. તેઓની ૧૭ વર્ષીય દીકરી મોટી થઈ રહી છે. તેમ તેમ તે ખોટી સંગતતમાં આવતા આવતા રવાળે ચડી હતી. જેથી અમે બંને નોકરીએ જઈએ ત્યારે દીકરીને ઘરમાં પુરીને જતા હતા.
ઈન્ટાગ્રામ પર બોયફ્રેન્ડ બનાવીને વાતો પણ કરતી હોવાની મોબાઈલ લઈ લીધો હતો. થોડા દિવસ પહેલાં સગીરાને ઘરમાં પુરીને તે અને તેમના પતી બંને નોકરીએ ગયા હતા ત્યારે સગીરા ગેલેરીમાંથી નીચે ઉતરીને ભાગી ગઈ હતી.
ગુમ થયાની ફરીયાદ નોધાવવા ૧ળ્૭૧ ની ટીમ સાથે પરીવાર પોલીસ સ્ટેશન પહોચ્યો હતો સગીરા ત્યાં જ બેઠી હતી. પોલીસે જણાવ્યું કે, તમારી દીકરીએ મોબાઈલ તેમજ કપડાની દુકાનમાંથી ચોરી કરતા પકડાઈ છે.
જેથી છ દુકાનદાર ફરીયાદ કરવા માટે તેને પકડીને અહીયા લાવ્યા છે. ૧૮૧ ની ટીમે સગીરા અને તેના પરીવાવરજનોનું કાઉન્સેલીગ કરીને સમજાવ્યા હતા. અંતે સગીરા પરીવાર વચ્ચે સમાધાન થયું હતું.