Western Times News

Gujarati News

‘મિશન ઇમ્પોસિબલ ૮’ એ કમાણીનો બમ્પર રેકોર્ડ બનાવ્યો

મુંબઈ, પ્રખ્યાત હોલીવુડ અભિનેતા ટોમ ક્‰ઝની તાજેતરની ફિલ્મ ‘મિશનઃ ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક નોંધ લખીને ફિલ્મને આટલો પ્રેમ આપવા બદલ ચાહકોનો આભાર માન્યો છે.

અહેવાલ મુજબ, ‘મિશન ઇમ્પોસિબલ ૮’ એ ૨૩ મેના રોજ અમેરિકા અને બાકીના વિશ્વમાં રિલીઝ થયા પછી ૧૭૧૧.૯૭ કરોડ (૨૦૦ મિલિયન ડોલર) ની કમાણી કરી છે, જેમાં ત્રણ દિવસના પહેલા સપ્તાહના અંત અને ચોથા દિવસની રજાનો સમાવેશ થાય છે.

તેણે તેના સ્થાનિક બજારમાં એટલે કે અમેરિકામાં ત્રણ દિવસમાં ૫૩૯.૪૪ કરોડ (૬૩ મિલિયન ડોલર) અને ચાર દિવસમાં ૬૫૯.૩૩ કરોડ (૭૭ મિલિયન ડોલર) નો વ્યવસાય કર્યાે છે.ટીમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, ટોમ ક્›ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ‘આ સપ્તાહાંત ઇતિહાસના પુસ્તકોમાં નોંધાવા જેવો સપ્તાહાંત હતો.

દરેક ફિલ્મ નિર્માતા, દરેક કલાકાર, દરેક ક્‰ સભ્ય અને સ્ટુડિયોમાં કામ કરતા દરેકને અભિનંદન અને આભાર.’નિર્માતાઓની પ્રશંસા કરતા, ૬૨ વર્ષીય ટોમે કહ્યું, ‘દરેક થિયેટર અને દરેક કર્મચારીનો આભાર જે આ વાર્તાઓને દર્શકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

પેરામાઉન્ટ પિક્ચર્સ અને સ્કાયડાન્સમાં કામ કરતા દરેકનો આભાર તમારી ઘણા વર્ષાેની ભાગીદારી અને સમર્થન માટે હું આભારી છું.‘મિશન ઇમ્પોસિબલઃ ધ ફાઇનલ રેકનિંગ’ ભારતમાં નિર્ધારિત સમય કરતાં છ દિવસ પહેલા રિલીઝ થઈ છે. અગાઉ આ ફિલ્મ ૨૩ મેના રોજ રિલીઝ થવાની હતી. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી તેમજ તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે.

પેરામાઉન્ટ પિક્ચર્સ અને સ્કાયડાન્સે ટોમ ક્‰ઝ પ્રોડક્શન્સની ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલઃ ધ ફાઇનલ રેકનિંગ’ રજૂ કરી છે, જેનું નિર્દેશન ક્રિસ્ટોફર મેકક્વારી દ્વારા કરવામાં આવ્યું છે.એક્શન ફિલ્મમાં ટોમ ક્‰ઝની સાથે હેન્ના વેડિંગ હેમ, કેટી ઓ’બ્રાયન, જેનેટ મેક્ટીર, લ્યુસી તુલુગાર્ઝુક અને ટ્રેમેલ ટિલમેનનો સમાવેશ થાય છે.

ટોમ ક્‰ઝ તેના પાત્ર એથન હન્ટ તરીકે પાછો ફર્યાે છે. તેની સાથે, ફિલ્મમાં જાણીતા ચહેરાઓ હેલી એટવેલ, વિંગ રેમ્સ, સિમોન પેગ, હેનરી ચેર્ની અને એન્જેલા બેસેટ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

અહેવાલ મુજબ, ‘મિશન ઇમ્પોસિબલ ૮’ એ ભારતીય બોક્સ ઓફિસ પર ૭૭.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, ૧૧મા દિવસે ૨.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ ૧૭ મેના રોજ ભારતમાં રિલીઝ થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.