મિચલ સ્ટાર્ક IPLનો સૌથી મોંઘો ખેલાડી : 24.75 કરોડમાં કોલક્તાએ ખરીદ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સિઝનનું ઓક્શન દુબઈમાં શરૂ છે. ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે ૨૪.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ગુજરાતે પણ તેના માટે અંત સુધી બોલી લગાવી હતી.
આ જ ઓક્શનામ ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ બપોરે ૨ઃ૩૦ વાગ્યે ૨૦.૫૦ કરોડ રૂપિયામાં વેચાયો હતો. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. આ ઓક્શનમાં હર્ષલ પટેલ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો. તેને પંજાબ કિંગ્સે ૧૧.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
હર્ષલ પટેલને પંજાબે ૧૧.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો, તે આ ઓક્શનમાં સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો. ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્રને ચેન્નાઈ સુપર કિંગ્સે ૧.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રારંભિક બિડિંગ યુદ્ધ હતું. દિલ્હીએ રૂ. ૯.૬૦ કરોડ અને મુંબઈએ રૂ. ૧૦ કરોડ સુધીની બોલી લગાવી હતી. અહીંથી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બિડિંગ યુદ્ધ હતું. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે તેને ૨૪.૭૫ કરોડમાં ખરીદ્યો.