70 મિનિટમાં રોબોટિક જટિલ મિટ્રલ વાલ્વ રિપેર કરવાની નવી સફળતા એપોલો હોસ્પિટલે મેળવી
અપોલો હોસ્પિટલ્સ બેંગલોર 100 રોબોટિક કાર્ડિયાક સર્જરીઓ સફળતાપૂર્વક કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બની
બેંગાલુરુ, અપોલો હોસ્પિટલ્સ બેંગલોરે એના ડેડિકેટેડ રોબોટ-આસિસ્ટેડ કાર્ડિયાક સર્જરી યુનિટમાં 100 રોબોટિક્સ કાર્ડિયાક સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હોવાની જાહેરાત કરી હતી, જે દેશમાં કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરીના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સફળતા છે. Mitral Valve repaired through robotic surgery in 70 minutes at apollo hospital
હોસ્પિટલે એવી જાહેરાત પણ કરી હતી કે, ટીમે 70 મિનિટથી ઓછા સમયમાં દા વિન્સી રોબોટિક સિસ્ટમ સાથે રોબોટિક-આસિસ્ટેડ લઘુતમ ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરીનો ઉપયોગ કરીને જટિલ મિટ્રલ વાલ્વ સર્જરી કરી હતી, જે પણ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં સીમાચિહ્નરૂપ સફળતા છે.
કાર્ડિયોથોરેસિક એન્ડ વાસ્ક્યુલર સર્જનના સીનિયર કન્સલ્ટન્ટ તથા રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટના એચઓડી ડૉ. સાથ્યકી નિમ્બાલાએ કહ્યું હતું કે, “કાર્ડિયોવાસ્ક્યુલર રોગો દર્દીઓને તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ કે ઉત્પાદકીય વર્ષોમાં અસર કરવાનું વલણ ધરાવે છે, જેના પરિણામે દર્દીઓને ગંભીર સામાજિક અને આર્થિક પરિણામો સહન કરવા પડે છે.
રોબોટ-આસિસ્ટેડ કાર્ડિયાક સર્જરી પ્રોગ્રામ શરૂ કરવા તૈયારી અને કટિબદ્ધતાની જરૂર છે તથા વર્ષ 2019ના અંતે આ પ્રોગ્રામની શરૂઆત થયા પછી અત્યાર સુધી 100 રોબોટિક કાર્ડિયાક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ભારતની પ્રથમ હોસ્પિટલ હોવા પર ગર્વ છે.
સામાન્ય રીતે ઓપન-હાર્ટ સર્જરીમાં સ્તનના હાડકાનું વિભાજન કરીને છાતી ખોલવામાં આવે છે. એનાથી વિપરીત દા વિન્સી શીની ઇનોવેટિવ ટેકનોલોજી નાનો છેદ પાડીને અને સચોટ મોશન કન્ટ્રોલ દ્વારા જટિલ કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી કરવાની સુવિધા આપે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “આ ઉપરાંત હાઇ-ડેફિનિશન કેમેરા સર્જનને કોન્સોલ સ્ક્રીન પર છાતીનો સ્પષ્ટ, 3ડી વ્યૂ પ્રદાન કરે છે. આ સિસ્ટમની મદદ સાથે વૈશ્વિક માપદંડની સામે અમે 70 મિનિટથી ઓછા સમયમાં સૌથી ઝડપી રોબોટિક જટિલ મિટ્રલ વાલ્વ રિપેર પણ સફળતાપૂર્વક કર્યું હતું અને આ રીતે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. અમે નજીકના ભવિષ્યમાં આ પ્રકારના વધારે સીમાચિહ્નો સર કરીશું એવી આશા છે.”
રોબોટિક કાર્ડિયાક સર્જરી લઘુતમ ઇન્વેસિવ પ્રક્રિયા છે, જે દર્દીઓને ઓપન-હાર્ટ સર્જરીઓની સરખામણીમાં વધારે ઝડપથી તેમનું રોજિંદા જીવન જીવવામાં મદદ કરે છે. સર્જનો પોર્ટ્સ નામના 8 એમએમના હોલ દ્વારા ઓપરેશન કરવા દા વિન્સી સર્જિકલ સિસ્ટમનો ઉપયોગ કરે છે, 3ડી હાઇ-ડેફિનિશન વિઝનને મેગ્નિફાય કરે છે તેમજ માનવીય હાથથી વધારે વળી અને ફરી શકે એવા પાતળા સાધનનો ઉપયોગ કરે છે, જેથી સર્જરીમાં મદદ મળે છે.
પરિણામે સર્જનોને વધારે સારું વિઝન, સચોટતા અને નિયંત્રણ મળે છે. અન્ય ફાયદાઓમાં દુઃખાવામાં ઘટાડો, ઓપરેશન પછી ઘાનું અતિ ઓછું ઇન્ફેક્શન, ઓપરેશન પછી ઓછા કાપા અને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં સુધારો સામેલ છે. એમાં દર્દીની સ્થિતિ ઝડપથી સુધરે છે,
હોસ્પિટલમાં ઓછા દિવસ રહેવાની જરૂર પડે છે, દર્દી ઝડપથી હલનચલન કરી શકે છે અને રોજિંદા જીવનની પ્રક્રિયાઓ ઝડપથી શરૂ કરી શકે છે. વળી ઇન્ફેક્શનની શક્યતામાં ઘટાડો થવાથી ડાયાબીટિસ ધરાવતા અને વયોવૃદ્ધ લોકો માટે આ આદર્શ પ્રક્રિયા છે.
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ આપણા દર્દીઓના ફાયદા માટે ભારતમાં સૌથી અદ્યતન મેડિકલ ટેકનોલોજી લાવવાનો હંમેશા રહ્યો છે. અમે અમારી હોસ્પિટલમાં વધારે દર્દીઓ સૌથી અદ્યતન સર્જિકલ અને મેડિકલ કેરનો લાભ લે એવું ઇચ્છીએ છીએ.
દા વિન્સી સર્જિકલ સિસ્ટમ અમને સર્જરીના શક્ય શ્રેષ્ઠ પરિણામો પ્રદાન કરવામાં મદદ કરે છે અને 100થી વધારે સફળ રોબોટિક કાર્ડિયાક સર્જરી અમારી અદ્યતન અને ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરવાની કટિબદ્ધતાનો પુરાવો છે. અપોલો હોસ્પિટલ્સમાં અમારા તમામ પ્રયાસોનું હાર્દ આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર વાજબી ધોરણે સુલભ કરવાનું છે
અને દા વિન્સી શી રોબોટિક સર્જિકલ સિસ્ટમનો ઉમેરો એ લક્ષ્યાંકની દિશામાં વધુ એક પગલું છે. અમને ખાતરી છે કે, 100 સર્જરી અને 70 મિનિટથી ઓછા સમયમાં રોબોટિક જટિલ મિટ્રલ વાલ્વ રિપેરની બે સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરીને અમે ઘણા દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવીશું, જેઓ સામાન્ય કાર્ડિયાક સર્જરી કરાવી શકે એમ નથી.”
આ અંગે ઇન્ટિયૂટિવ ઇન્ડિયાના વીપી અને જનરલ મેનેજર મનદીપ સિંઘ કુમારે કહ્યું હતું કે, “100 સફળ રોબોટિક-આસિસ્ટેડ કાર્ડિયાક સર્જરીઓનું આ ઉત્કૃષ્ટ સીમાચિહ્ન સર કરવામાં સામેલ થવા પર અમને બહુ આનંદ છે. ઇન્ટિયૂટિવમાં અમે માનીએ છીએ કે, ટેકનોલોજી સરળતા સાથે જટિલ પ્રક્રિયાઓ હાથ ધરવા અને તબીબી પરિણામો વધારવામાં મદદરૂપ થવા ટેકનોલોજી સર્જની ક્ષમતા વધારવી જોઈએ.
અત્યારે સર્જનો રોબોટિક-આસિસ્ટેડ સર્જરી તરફ વધુ વળી રહ્યાં છે અને દા વિન્સી સિસ્ટમ સચોટતા વધારે છે, વિઝ્યુલાઇઝેશન, ફ્લેક્સિબિલિટી વધારે છે અને તબીબી પરિણામો વધારે સારાં આપવાની સંભવિતતા ધરાવે છે. અપોલો (બેંગાલુરુ)માં ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક યુનિટ દુનિયાના બહુ ઓછા આ પ્રકારના કેન્દ્રોમાં સામેલ છે,
જે સારવારના વિકલ્પ તરીકે રોબોટિક કાર્ડિયાક સર્જરી પ્રદાન કરે છે. એની સાથે ડૉ. સાથ્યકની લઘુતમ ઇન્વેસિવ કાર્ડિયા સર્જરીમાં કુશળતા સંસ્થા અને એની ટીમે સ્થાપિત કરેલા આંતરરાષ્ટ્રીય માપદંડોનો પુરાવો છે. આ ગુણવત્તાયુક્ત સારસંભાળ પ્રદાન કરવા ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરવાની અપોલોની કટિબદ્ધતા બયાન કરે છે.
અમને વધુને દર્દીઓને રોબોટિક-આસિસ્ટેડ સર્જરી સુલભ બનાવવા અપોલો ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સ સાથે અમારા જોડાણ પર ગર્વ છે.”
ભારતમાં લોકોના મૃત્યુ કેન્સરથી વધારે કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (સીવીડી)ને કારણે થાય છે. આ માટે ભારતમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (સીવીડી) ધરાવતા દર્દીઓની વધતી સંખ્યા અને આ રોગો માટે જોખમકારક પરિબળોમાં વધારો જવાબદાર છે. વિવિધ અભ્યાસો મુજબ, ભારતમાં વર્ષ 2016માં સીવીડીથી અંદાજે 54.5 મિલિયન લોકો પીડિત હતા, ભારતમાં 4માંથી 1 મૃત્યુ સીવીડીના કારણે થયું હતું, જેમાં ઇસ્કેમિક હાર્ટ રોગ અને સ્ટ્રોકનું ભારણ 80 ટકાથી વધારે હતું.
ધ લાન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, અત્યારે ભારત હાર્ટ ફેઇલ્યોરનું નિદાન થયા પછી સૌથી ઊંચો મૃત્યુદર ધરાવે છે, જે દુનિયાના કેટલાંક વિકાસશીલ દેશોની સરખામણીમાં વધારે છે.
અભ્યાસ મુજબ, ભારતમાં હાર્ટ ફેઇલ્યોરના દર્દીઓ નિદાનના એક વર્ષ પછી સૌથી ઊંચા મૃત્યુદર પૈકીનો એક ધરાવે છે, જે 23 ટકા છે. આ દક્ષિણપૂર્વ એશિયા (15 ટકા), ચીન (7 ટકા), દક્ષિણ અમેરિકા (9 ટકા) અને પશ્ચિમ એશિયા (3 ટકા)માં મૃત્યુદરથી વધારે છે. (9 ટકા).
અભ્યાસમાં એવી જાણકારી પણ મળી હતી કે, ભારત, આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં હાર્ટ ફેઇલ્યોરના દર્દીઓની વય અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં દર્દીઓની વયથી આશરે 10 વર્ષ ઓછી હોય છે.
અપોલોમાં રોબોટ-આસિસ્ટેડ કાર્ડિયાક સર્જરી યુનિટ દર્દીઓને જટિલ કાર્ડિયાક રોગ ધરાવતા દર્દીઓને શ્રેષ્ઠ કાર્ડિયાક સારવારની સુલભતા આપે છે. કાર્ડિયો-થોરેસિકના સીનિયર કન્સલ્ટન્ટ અને વાસ્ક્યુલર સર્જન તથા રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રોબોટ-આસિસ્ટેડ કાર્ડિયાક સર્જરી યુનિટનું નેતૃત્વ કરે છે, જે અદ્યતન ચોથી પેઢીની વિવિધતાસભર ‘દા વિન્સી શી’ રોબોટિક સર્જિકલ સિસ્ટમ અને કટિબદ્ધ ટીમ સાથે સજ્જ છે.