મિત્સુબિશીએ ભારતમાં ઈન્ટીગ્રેટેડ વ્હીકલ મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરવા TVS મોબિલિટી સાથે ભાગીદારી કરી
· મિત્સુબિશી TVS વ્હીકલ મોબિલિટી સોલ્યુશનમાં પ્રારંભિક ધોરણે રૂ. 300 કરોડનું રોકાણ કરશે
· TVS વ્હીકલ મોબિલિટી સોલ્યુશન નવા વાહનના વેચાણ, વ્હીકલ-એઝ-અ-સર્વિસ બિઝનેસ મોડલ, ઓપરેટિંગ સોલ્યુશન્સ વગેરે પ્રદાન કરશે.
ચેન્નઈ, ભારતીય ઓટોમોટિવ ડિસ્ટ્રિબ્યુશન ઓપરેટર અને આફ્ટરમાર્કેટ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત ટીવીએસ મોબિલિટી (ટી.વી. સુંદરમ આયંગર એન્ડ સન્સ પ્રા. લિ.માંથી ડિમર્જ થયેલી)એ વૈશ્વિક સ્તરે ઈન્ટિગ્રેટેડ બિઝનેસ એન્ટરપ્રાઈઝ જાપાનીઝ કંપની મિત્સુબિશી કોર્પોરેશન (MC) સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. ટીવીએસ મોબિલિટી ભારતમાં મેન્યુફેક્ચરિંગ (કોમ્પોનન્ટ્સ), અને ઈન્ટિગ્રેટેડ આફ્ટરમાર્કેટ પ્લેટફોર્મ વિકસિત કરી ચૂકી છે. આ ભાગીદારી મારફત ટીવીએસ મોબિલિટી અને 1700 ગ્રુપ કંપનીઓનું નેટવર્ક ધરાવતી મિત્સુબિશી કોર્પોરેશન ભારતમાં કોમ્પ્રેહેન્સિવ વ્હિકલ મોબિલિટી ઈકોસિસ્ટમ સ્થાપિત કરશે.
ભાગીદારી અંતર્ગત ટીવીએસ મોબિલિટીનો ડિલરશીપ બિઝનેસ ટીવીએસ વ્હિકલ મોબિલિટી સોલ્યુશન (TVS VMS)માં તબદીલ થશે. જે તેના ગ્રાહકોને સર્વિસિઝનો સંપૂર્ણ પોર્ટફોલિયો ઓફર કરવાની સાથે ભારતીય ઓટોમોટિવ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે. આ ડીલ રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરીને આધિન છે.
આ સંયુક્ત સાહસની વૃદ્ધિને વેગ આપવાની પ્રતિબદ્ધતા સાથે MC દ્વારા પ્રારંભિક ધોરણે રૂ. 300 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણનો હેતુ પેસેન્જર કાર, કોમર્શિયલ વ્હિકલ અને મટિરિયલ હેન્ડલિંગ ઈક્વિપમેન્ટ (MHE)ની માલિકી સંબંધિત પક્ષકારોના વિઝનને વેગ આપવાનો છે. આ બિઝનેસ મોડલ આગામી 3થી 5 વર્ષમાં 2 અબજ ડોલરની આવક હાંસિલ કરવાની ક્ષમતા ધરાવે છે.
Mr. Srinivasa Raghavan, Global President & CEO of TVS Mobility Private Limited & Mr. R. Dinesh, Director, TVS Mobility
ટીવીએસ મોબિલિટીના ડિરેક્ટર શ્રી આર. દિનેશે જણાવ્યું હતું કે, “ ટીવીએસ મોબિલિટીએ ભારતમાં તેના ડીલરશીપ બિઝનેસ દ્વારા વાહનોના વેચાણ, સર્વિસ અને ડિસ્ટ્રિબ્યૂશનનો પાયો નાખ્યો હતો. MC સાથેનો આ સહયોગ ટીવીએસને સમગ્ર વ્હિકલ મોબિલિટી ઇકોસિસ્ટમના વિવિધ ઉકેલો પ્રદાન કરવા સક્ષમ બનાવશે.”
વધુમાં ઉમેર્યું હતું કે, “આફ્ટરમાર્કેટ માટે સંકલિત અને ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કર્યા બાદ વ્હીકલ મોબિલિટી બિઝનેસ એન્ટરપ્રાઈઝિસ, કોર્પોરેટ અને ફ્લિટ ઓનર્સ સહિત અમારા તમામ ગ્રાહકોને ઈનોવેટિવ અને ડિજિટલી સક્ષમ સોલ્યુશન્સ પ્રદાન કરશે. જે અમારી વ્હિકલ મેન્યુફેક્ચરર્સ સાથેની ભાગીદારીને વિસ્તિરત કરતાં વાહનોના વેચાણ, વાહનોનું સંચાલન અને ‘વ્હિકલ-એજ-અ-સર્વિસ’ (માઈક્રોમોબિલિટી) સોલ્યુશન્સ સહિતની સેવાઓ પ્રદાન કરતાં સંકલિત ઉકેલો પ્રદાન કરશે. આ ભાગીદારી તમામ સ્ટેક હોલ્ડર્સ માટે ઉકેલ પૂરો પાડવા અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે મળીને કામ કરશે.”
MC આ રોકાણ ઉપરાંત, આ બિઝનેસ મોડલને વેગવાન બનાવવા તેનો વૈશ્વિક અનુભવ અને શ્રેષ્ઠ પદ્ધતિઓનો ઉપયોગ કરશે. મિત્સુબિશી કોર્પોરેશનના ઓટોમોટિવ એન્ડ મોબિલિટી ગ્રુપના સીઈઓ શ્રી શિગેરુ વાકાબાયાશીએ જણાવ્યું હતું કે, “ભારત 2023માં 50 લાખ વાહનોના વેચાણની સાથે ઓટોમોબાઈલ સેક્ટરમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર છે અને આગામી થોડા વર્ષોમાં 6-7%ના દરે વૃદ્ધિ થવાની અપેક્ષા છે.
ઝડપથી વિકસતા ભારતીય બજારનો લાભ લેવા MC વેચાણ પછીની સેવા પ્રદાતા ટીવીએસ ઓટોમોબાઈલ સોલ્યુશન્સ (TASL)માં રોકાણ સહિત ટીવીએસ મોબિલિટી ગ્રુપ સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવી રહી છે. મલ્ટિ-બ્રાન્ડ ડીલર TVS VMSમાં તાજેતરના રોકાણ ઉન્નત સેવા ક્ષમતાઓ દ્વારા MCના રોકાણ કવરેજને વધુ વિસ્તૃત કરે છે અને તેના ઉદ્દેશ્ય માત્ર વેચાણ પછીની સેવાઓ અને મલ્ટિ-બ્રાન્ડ વેચાણ જ નહીં, પણ વ્હિકલ-એજ-અ-સર્વિસ મોડલ અપનાવી કોમ્પ્રેહેન્સિવ મોબિલિટી સોલ્યુશન્સ વિકસાવવાનો છે.”