શહેરામાં બંધને મિશ્ર પ્રતિસાદ: મણિપુર મામલે બંધનું એલાન આપવામા આવેલું
(પ્રતિનિધિ) શહેરા, મણિપુર રાજ્યમાં મહિલાઓની સામે થયેલા અત્યાચાર,હત્યા અને જાતિ આધારિત હિંસાના વિરોધ સામે ગુજરાતના અનુસુચિ-૫ના ક્ષેત્રોમાં બધા તાલુકાઓમાં બંધનુ એલાન કરવામા આવ્યુ હતું.પંચમહાલ જીલ્લાના શહેરામાં પણ આદિવાસી અગ્રણીઓ આ બંધના સમર્થનમાં એકત્ર થયા હતા.
મણિપુરમા થયેલી ઘટનાને વખોડી કાઢી હતી. ત્યારબાદ તેઓ શહેરાનગરમા આવેલા વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. અને દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી.શહેરાનગરના કેટલાક મુસ્લિમ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. પરંતુ શહેરામાં આ
બંધને મિશ્ર પ્રતિસાદ જાેવા મળ્યો હતો.જેમા વેપારીઓ પોતાની દુકાનો ખુલ્લી રાખીને ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા.
શહેરાનગર ખાતે મણિપુરમાં મહિલાઓ પર થયેલા વિરોધમાં રાખવામા આવેલા બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
આદિવાસી સમાજના અગ્રણીઓ શહેરા બસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા.ત્યારબાદ તેઓ શહેરાના મેઈન બજાર રોડ,હોળી ચકલા સહિત સિંધી ચોકડી, અણિયાદ ચોકડી સહિતાના વિસ્તારોમાં જઈ વેપારી દુકાનદારોને વેપારધંધા એક દિવસ માટે બંધ કરવા અપીલ કરી હતી. સાથે સાથે તેઓએ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. પણ શહેરાનગરમાં બંધની સંપુર્ણ અસર જાેવા મળી ન હતી.પોલીસનો પણ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.