મા.જે. પુસ્તકાલયની વેબસાઈટ પર ૫૫,૦૦૦ કરતા વધુ ડિઝીટલ કન્ટેન્ટ ઉપલબ્ધ

શેઠ મા.જે. પુસ્તકાલયનું ૨૦૨૩-૨૪ના વર્ષ માટેનું રૂા.૧૫ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ મા.જે. પુસ્તકાલયના ગ્રંથપાલ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષ માટે રૂા. ૧૫,૦૩,૩૫,૦૦૦/- નું ડ્રાફટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં પુસ્તકોના ડિઝીટાઈઝેશન, સીસીટીવી સહિત ની વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો છે.
એમ.જે.લાયબ્રેરી ના ડ્રાફ્ટ અંદાજપત્ર અંગે ગ્રંથપાલ બીપીનભાઈ મોદીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે. એમ.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયો વાચનાલયોમાં વાંચનસાહિત્ય માટે અંદાજિત રૂ?.૪૦.૦૦ લાખની જાેગવાઈ કરવામાં આવી છે.
વિવિધ રચનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જુદા-જુદા બજેટ હેડ હેઠળ રૂા.૧૦૩.૦૦ લાખ જેટલી રકમ ફાળવવામાં આવેલ છે. પ્રજ્ઞાચક્ષુ ઓડિયો વિભાગમાં લોકપ્રિય સાહિત્યનું ધ્વનિમુદ્રણ તેમજ વિભાગની સમૃધ્ધિ માટે રૂ.૩.૦૦ લાખની જાેગવાઈ કરવામાં આવેલ છે.
મા.જે. પુસ્તકાલયમાં ઉપલબ્ધ અલભ્ય પુસ્તકોનું ડિઝીટાઈઝેશન અને રેફરન્સ વિભાગને અદ્યતન કરવા અંદાજપત્રમાં રૂ.૧૦.૦૦ લાખની જાેગવાઈ કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયમાં વિવિધ પ્રકારની ડોક્યુમેન્ટરી બનાવવા માટે રૂ.૫.૮ લાખની જાેગવાઈ કરવામાં આવેલ છે.
શેઠ મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોનું કેન્દ્રિય મોનીટરીંગ કરી શકાય તે હેતુથી સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. શહેરના સ્થાનિક રહીશો અને વિદ્યાર્થી વાચકોને વાચનાલયની વધુ સુવિધા પ્રાપ્ત થાય તેના ભાગરૂપે ચાલુ વર્ષે ઓઢવ, જમાલપુર, વેજલપુર, નારોલ-લાંભા રોડ અને ધોડાસર વિસ્તારમાં સુવિધાસભર વિશાળ વાચનાલયોનું લોકાર્પણ કરવામાં આવેલ છે.
વધુમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં પ્રથમ વાર પિન્ક મ્યુ. લાયબ્રેરીનો શુભારંભ કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જાે મળેલ છે તે અંતર્ગત Smart City Ahmedabad Development Ltd. (SCADL) દ્વારા એમ.જે. લાયબ્રેરીને સ્માર્ટ લાયબ્રેરી તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
મા.જે. પુસ્તકાલયની વેબસાઈટ પર ૫૫,૦૦૦ કરતા વધુ ડિઝીટલ કન્ટેન્ટ ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેમાં ગાંધી સાહિત્ય તેમજ માનપત્રોનો સમાવેશ થાય છે, વધુમાં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં સંગ્રહિત શ્રાવ્ય સાહિત્યને પણ ઓનલાઈન કરવામાં આવેલ છે.
મા. જે. પુસ્તકાલય તેમજ તેના શાખા પુસ્તકાલયોમાં વસાવવામાં આવેલ તમામ પુસ્તકોનો ડેટા ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી સમય અને સ્થળની મર્યાદા સિવાય સભાસદ કોઈપણ જગાએથી સાહિત્ય શોધ કરી શકે છે. ઓનલાઈન સેવાઓને વ્યાપક પ્રતિસાદ મળેલ છે અને તેના કારણે ચાલુ વર્ષે ૧,૮૦૦ સભાસદોનો ઉમેરો થયેલ છે.