Western Times News

Gujarati News

શંકરસિંહ વાઘેલાના પુત્રને હોંશે હોંશે આવકારનાર કોંગ્રેસમાં ડખો

બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ કોંગ્રેસની બેધારી નીતિ સામે નારાજ હોવાની ચર્ચા ગમે ત્યારે છોડી શકે છે પંજાે

(પ્રતિનિધિ) બાયડ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે રાજકીય પક્ષોમાં આયારામ ગયારામ ચાલી રહ્યું છે કોંગ્રેસ સતત તૂટી રહી હોવાની સાથે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કેસરિયો ખેસ પહેરી લેતા કોંગ્રેસ નબળી પડી રહી છે

ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને હાલ ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરનાર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રવેશથી રાજકીય વિશ્લેષકો પણ અંચબિત બન્યા છે. MLA Mahendrasinh Vaghela joins Congress in the presence of PCC Chief Jagdish Thakor and other senior leaders.

બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશને હોંશે હોંશે અવકારનાર કોંગ્રેસના નેતાઓ ચાણક્ય નીતિમાં આબાદ સપડાયા હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે મહેન્દ્ર સિંહ વાઘેલા બાયડ, દહેગામ કે ગાંધીનગરની કોઈ પણ વિધાનસભા બેઠક પરથી વિધાનસભા લડવાની શક્યતાના પગલે કોંગ્રેસના સીટીંગ ધારાસભ્યો અને કાર્યકરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

કોંગ્રેસના ગઢ અરવલ્લી જીલ્લામાં ત્રણે વિધાનસભા બેઠકો પર મોદી લહેરની અસર નાકાયાબ રહેતા ત્રણે બેઠકો પર કોંગ્રેસ વિજય પ્રાપ્ત કર્યો હતો કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપના ચાણક્ય અમિત શાહે મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસમાં ઘર વાપસીની ગુગલી નાખી હોવાની ચર્ચા ચાલી રહી છે

જેમાં અષાઢી બીજે એટલે કે ગત જુલાઈ માસમાં મહેન્દ્રસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પોતાના પૈતૃક વતનમાં આવેલા વાસણિયા મહાદેવનાં દર્શને બોલાવ્યા હતા ત્યારે જ કોંગ્રેસમાં ફૂટ પડાવવા સમગ્ર સ્ક્રીપટ તૈયાર કરવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ પછી બાયડ સીટ પરથી ચૂંટણી લડાવવાની કોંગ્રેસના નેતાઓનો આડકતરો ઈશારો થતા જ દિલ્હી પહોંચ્યા હતા અને હાલ કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હોવાથી રાજીનાનું આપવાની સંભાવના પેદા થતા કોંગ્રેસ ચૂંટણી પહેલા તૂટે તો નવાઈ નહિ..??

કોંગ્રેસ બાયડ પરથી મહેન્દ્રસિંહ વાઘેલાને ચૂંટણી લડાવવી ભારે પડી શકે છે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ એક બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે કોંગ્રેસમાં હાલ ઉકળતા ચરૂ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે.ે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.