ડીપ્લોમાં ટુ ડીગ્રી કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે મોબાઈલ એપ તૈયાર કરાઈ

પ્રતિકાત્મક
સીવીએમ યુનિવર્સિટી દ્વારા તૈયાર એપ ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે
આણંદ, વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી દ્વારા ડીપ્લોમા ટુ ડીગ્રી કોમન એન્ટરન્સ ટેસ્ટની તૈયારી માટે મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. આ મોબાઈલ એપ્લીકેશન સીવીએમ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ડીડીસીઈટી પરીક્ષા આપનાર કોઈપણ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકશે.
ડીપ્લોમાં એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કરી ડીગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓના એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે સૌપ્રથમ વખત ડીપ્લોમા ટુ ડીગ્રી કોમન એન્ટરન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષામાં લેવામાં આવનાર છે.
આ પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ માટે મદદરૂપ થઈ શકે એવી મોબાઈલ એપ્લીકેશન સીવીએમ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી છે. સીવીએમ યુનિવર્સિટી સંલગ્ન ભાઈલાલભાઈ એન્ડ ભીખાભાઈ ઈÂન્સ્ટટયૂટ ઓફ ટેકનોલોજીઅ બીબીઆઈટી ખાતે સીવીએમ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈ પટેલ અને જોઈન્ટ સેક્રેટરી મેહુલ પટેલના હસ્તે મોબાઈલ એપ્લીકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ મોબાઈલ એપ્લીકેશન ચારૂતર વિદ્યામંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં ગણિત, ફિઝિકસ, કેમેસ્ટ્રી તથા સોફટ સ્કીલના વિષયના પ્રશ્નોને આવરી લેવામાં આવી છે. ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીઓ આ મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરીને ડીડીસીઈટી પરીક્ષામાં સારા ગુણ મેળવી શકશે.આ એપ્લીકેશન જય શાહ, પ્રો. હેતલ ગૌડાની, દીપાંશુ ભારતીય અને જીનલ શાહ દ્વારા તૈયાર કરવામાં આવી છે.