જેલમાં કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળ્યો
(એજન્સી)સુરત,હાઈ સિક્યોરિટી ધરાવતી રાજ્યની જેલોમાંથી કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટના અવારનવાર બનતી હોય છે. જાેકે, સુરતની લાજપોર જેલમાં જે બન્યું છે તે ખરેખર ચોંકાવનારું છે. શનિવારે સાંજે બનેલી આ ઘટનામાં જેલયાર્ડની બી ૩૦૩ બેરેકમાં રખાયેલા કાચાકામના કેદીઓની નોન લિનીયર જંક્શન ડિટેક્ટર મશીનથી તપાસ કરતા તેમના ગુદા ભાગમાં મોબાઈલ હોવાનું બહાર આવતા જેલનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો.
આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ કરાયો છે. લાજપોર મધ્યસ્થ જેલના જેલર રામજીભાઈ ડી. પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૩ જુલાઈના રોજ યાર્ડ બી-૦૩ની બેરેક નંબર ૦૩૦૩માં રહેલા કેદીઓની હિલચાલ શંકાસ્પદ જણાતા સ્થાનિજ ઝડતી સ્ક્વોડ દ્વારા તેમની અંગ ઝડતી ઉપરાંત, પથારી તેમજ સામાનની તપાસ કરવામાં આવી હતી.
જાેકે, તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળતા આખરે નોન લિનીયર જંક્શન ડિટેક્ટર મશીનથી બેરેકમાં રહેલા કાચા કામના કેદી દર્શન પટેલની તપાસ કરતા તેના ગુદાના ભાગે ઈલેક્ટ્રોનિક વસ્તુ હોવાનું સિગ્નલ મળ્યું હતું. જેથી જેલના સ્ટાફે કડક કાર્યવાહી કરતા આરોપીએ ગુદાના ભાગે છૂપાવેો બ્લૂ કલરનો કેચોડા કંપનીનો મોબાઈલ ફોન કાઢી આપ્યો હતો.