Western Times News

Gujarati News

લાજપોર જેલમાં નારાયણ સાંઈની બેરેક પાસેથી મોબાઇલ મળ્યા

સુરત: ગુજરાતની સૌથી હાઈટેક જેલ ફરી વિવાદમાં આવી છે. અહીંયા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને રાખવામાં આવે છે, પણ આ જેલને મોબાઇલ શોપ પણ કહી શકાય કારણ કે છાસ વારે મોબાઈલ ફોન મળી આવતા હોય છે. ત્યારે ગતરોજ ચેકિંગ દરમિયાન નારાયણ સાઈની બેરેક પાસેથી મોબાઈલ ફોન મળી આવતા પોલીસે નારાયણ સાઈ સહીત ૫ આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લાજપોર ગુજરાતની સૌથી હાઈટેક જેલમાં ગણવામાં આવે છે. સુરત ની આ જેલ લાજપોર ને જેલ કહેવી કે મોબાઇની શોપ તે સમજવું મુશ્કેલ પડી રહ્યુ છે.કારણકે આ હાઇટેક જેલમાંથી અવાર નવાર મોબાઇલ ફોન મળી આવવાની ઘટના બનતી હોય છે,

ટોઇલેટના ડોર પાસેથી ૧ મોબાઇલ મળ્યો હતો.
ત્યારે ગતરોજ જેલમાંથી ફરી એકવાર મોબાઇ ફોન મળી આવ્યો છે. આ આરોપીના બેરેકમાં ટોઇલેટના ડોર પાસેથી ૧ મોબાઇલ મળ્યો હતો. આ મોબાઇલ બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા પામેલો નારાયણ સાંઇ સહિત ૫ પાકાકામના કેદીઓ ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

જેના આધારે પોલીસે બળાત્કારના ગુનાનો આરોપી નારાયણ સાંઇ, સુરત ગેંગરેપનો આરોપી તારીક કૂતુબુદ્દીન સૈયદ, અમદાવાદમાં હત્યાનો આરોપી મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગદીયા અને નવીન દલપત ગોહિલ સામે ગુનો નોંધ્યો છે.

પાકાકામનો કેદી નવીન ગોહિલ ફોન પર વાત કરતો હતો. ચેકિંગ આવતા ફોન સંડાસ તરફ ફેંકી દીધો હતો.
લાજપોર જેલની ઝડતી સ્ક્વોડે ૨૦મીએ બપોરે યાર્ડ નં-એ-૨ની બેરેકમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તપાસ કરતા બે બેરેકની વચ્ચે કોમન ટોઇલેટની અંદરના ટોઇલેટની તપાસ કરતા દરવાજા પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. સીમ અને બેટરી સાથે ઢાંકણ વગરનો મોબાઇલ બીનવારસી મળી આવ્યો હતો. પાકાકામનો કેદી નવીન ગોહિલ ફોન પર વાત કરતો હતો. ચેકિંગ આવતા ફોન સંડાસ તરફ ફેંકી દીધો હતો.

નારાયણ સહિત ૫ કેદી ૩થી ૪ દિવસથી બિનવારસી મોબાઇલથી વાતચીત કરતા હતા.
બેરેકમાં રહેતા ભુપત ચૌહાણની જેલ સ્ટાફે પૂછપરછ કરતા જણાવ્યું કે, નારાયણ સહિત ૫ કેદી ૩થી ૪ દિવસથી બિનવારસી મોબાઇલથી વાતચીત કરતા હતા.જેલમાંથી મોબાઇલ મળવાની ઘટનામાં અમે નારાયણ સાંઇ સહિત પાંચ પાકાકામના કેદીઓની સામે સચિન પોલીસમાં ફરિયાદ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.