Western Times News

Gujarati News

મોડાસાના જાલમપુર ગામમાં ફસાયેલાં 14 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા

Modasa Arvalli Jalampur rescue operation

અરવલ્લીમા ભારે વરસાદ, જિલ્લા તંત્ર એલર્ટ -અરવલ્લી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા, પૂરની સ્થિતિમા જિલ્લા તંત્ર ખડેપગે

અરવલ્લીના મોડાસાના જાલમપૂર ખાતે 14 લોકો ફસાયાના  સમાચાર મળતાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું.

અરવલ્લી જિલ્લાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. SDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ફસાયેલાં લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું.કોઈજ જાન-માલનું નુકશાન થયું નથી. તમામને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા.

જિલ્લામાં ભારે વરસાદથી પાણીની આવકમા વધારો થયો છે. જેમાં પાણી ભરાય તેવા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.