મોડાસાના કેટલાક ગેસ્ટ હાઉસ અને હોટલમાં ચાલી રહ્યો છે દેહવેપારનો કાળો કારોબાર
મોડાસા ટાઉન પોલીસે અને એસઓજી પોલીસની આંખ નીચે ખુલ્લેઆમ ચાલતા દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે
બાયડ, મોડાસા શહેરના કેટલાક ગેસ્ટ હાઉસ અને હોટલોમાં અત્યાર સુધી ગેરકાયદેસર દેહવેપારનો વેપલો બંધ બારણે ચાલતો હોવાનું જગજાહેર છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેહવેપારનો વેપલો કરતા સંચાલકો હિંમત વધી હોય તેમ સોશ્યલ મીડિયા મારફતે ગોરખધંધા ચલાવી રહ્યા છે
કેટલાક ગેસ્ટ હાઉસના સંચાલકો અને મેનેજર વોટ્સઅપમાં ગ્રુપ બનાવી અને તેમના કાયમી ગ્રાહકોને દર ત્રણ-ચાર દિવસે નવી નવી લલનાઓના ફોટા મોકલી તેમજ સ્ટેટ્સમાં યુવતીઓના ફોટા રાખી યુવાનોને લલચાવી ધમધોકાર દેહવેપાર ચલાવી રહ્યા છે
મોડાસા ટાઉન પોલીસે અને એસઓજી પોલીસની આંખ નીચે ખુલ્લેઆમ ચાલતા દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, મોડાસા શહેરમાં બિલાડીના ટોપની માફક ગેસ્ટ હાઉસ ખુલી રહ્યા છે
શહેરના કેટલાક ગેસ્ટ હાઉસમાં ફક્ત ને ફક્ત દેહવેપાર ચાલી રહ્યો છે શહેરના ગેસ્ટ હાઉસ પર પ્રાંતીય, મહીસાગર જીલ્લાની યુવતીઓ થી કુટખાણાં ધમધમી રહ્યા છે મોડાસા શહેરી કેટલીક છોકરીઓ પણ દેહવેપારની ઝાળમાં સપડાઈ ચુકી છે દેહવેપારનો વેપલો કરતા ગેસ્ટ હાઉસના સંચાલકો અને દલાલો સોશ્યલ મીડિયાના મારફતે ગ્રાહકોને લલચાવી રહ્યા છે
ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવેપારના પગલે અનેક યુવાનો અને પરિવારો બરબાદીની ગર્તામાં ધકેલાઈ ગયા છે જુના ગ્રાહકોને ત્રણ-ચાર દિવસે ગેસ્ટ હાઉસમાં દેહવેપાર માટે આવેલી યુવતીઓના મોડલિંગ દેખાવ સાથેના ફોટા મોકલી આમંત્રણ આપી રહ્યા છે.
મોડાસા શહેર સહીત જીલ્લાના મોટા ભાગના યુવાનો અને સેક્સ એડિક્શન ધરાવતા લોકોને કેટલાક નામચીન ગેસ્ટહાઉસમાં દેહવેપાર ચાલતો હોવાની જાણકારી હોવાથી બિન્દાસ્ત આવા સ્થળે પહોંચી ગેસ્ટ હાઉસમાં કુટખાણું ચલાવતા સંચાલક કે મેનેજર પાસે પહોંચી દેહવેપાર અંગે પૂછપરછ કરતા નનૈયો ભણવામાં આવે છે
પરંતુ દેહવેપારનો કોડવર્ડ સમાન કઈ નવું આવ્યું છે….? પ્રશ્ન પુછતાની સાથે સંચાલક અને મેનેજરની આંખોમાં ચમક આવી જવાની સાથે ગ્રાહક જૂનો હોવાનું માલુમ પડતાની સાથે બે કે ત્રણ રૂમમાં રહેલી કોલગર્લને બતાવવામાં આવે છે ગ્રાહકને યુવતી ગમતાની સાથે કેટલી ઉંમર છે…? અને સર્વિસ આપશે કે નહીં…??
સહીતના પ્રશ્નો પૂછ્યા પછી કલાકના સમય પ્રમાણે ભાવતાલ નક્કી કરવામાં આવે છે જેમાં ગ્રાહક પાસેથી ૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા ચાર્જ લીધા પછી કોલગર્લ અને ગેસ્ટ હાઉસ સંચાલક રૂપિયાની વહેંચણી કરી લેતા હોય છે. અરવલ્લી જીલ્લા એસઓજી અને ટાઉન પોલીસે દેહવેપાર ચલાવતા નામચીન ગેસ્ટ હાઉસના સંચાલકો સામે શખ્ત કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે