Western Times News

Gujarati News

પોસાલીયા ગુજરાતી વિસામામાં મોડાસાથી રામદેવરા જતા ૪૦ પદયાત્રી સંઘનું સ્વાગત કરાયું

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) ગુજરાતના મોડાસાના બ્રહ્મલીન ચંદુભાઈ યોગી પ્રેરિત રણુંજાનો ૪૦ મો પદયાત્રી સંઘનું આજરોજ રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ તાલુકાના પોસાલીયા હાઇવે ઉપર કાર્યરત ગુજરાતી વિસામામાં ઢોલ ત્રાંસાના તાલે ઉમંગભેર સ્વાગત કરવામા આવ્યું હતું.

મોટી ઇસરોલના રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદાની પ્રેરણા અને આશીર્વાદથી પોસાલીયામાં કાર્યરત ૨૨મા ભંડારામાં રાજસ્થાનના ખંદરા રામદેવજી મંદિર મઠના શ્રી ૧૦૦૮ રામદાસજી મહારાજના સાન્નિધ્યે યોજવામાં આવેલ આ સન્માન સમારોહમાં વ્યવસ્થાપક પ્રભુદાસ પટેલ ઉપરાંત દેવકરણભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ,નિખિલભાઈ પટેલ ,

હિતેશભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો સેવાધારીઓ દ્વારા મોડાસા પદયાત્રી સંઘના અગ્રણી ધર્મેન્દ્રનાથ યોગી અને જશવંતનાથ યોગી પરેશભાઈ યોગી ,ચેતનાબેન અને રેખાબેન સહિત સૌ સંતો-મહંતોનું અને સાથી પદયાત્રીઓનું ફુલહાર અને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક આગેવાનો હમીરસિંહ રાવ,સર્વેશ્વર ડેરીના મેનેજર મુકેશભાઈ શર્મા, શેતાનસિંહ દેવડા(રાડબર),,લાડુરામ માલી, નરેન્દ્રસિંહ માલી , કાલુરામજી ,સસારામ ગર્ગ , સરદાર જીતુભાઈ, કાલુરામ મહારાજ ,ભગીરથભાઈ બિશ્નોઈ, લક્ષ્મણભાઈ માલી, ઉપસરપંચ પ્રતિનિધિ રમેશભાઈ ઉપરાંત ગુજરાતના રાવ,

ગોરલથી ભાવિક પટેલ,ભાટકોટાના કીશોરસિંહ ,ચેલજીભાઈ કાનપુર, માલપુરના ઊભરાણના વિક્રમભાઇ,સખવાણિયા ગામના ભાવેશભાઈ અમદાવાદથી અલ્પેશભાઈ પટેલ, વરથુંથી મુકેશભાઈ પટેલ,ભાનુભાઈ પટેલ,જીતપુરથી ભાનુભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ,વિનુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.