અરવલ્લીની બે મંડળીઓને શીલ્ડ અને પ્રસસ્તીપત્ર એનાયત સમારોહ યોજાયો
મોડાસામાં સહકાર સપ્તાહ ઉજવણી અંતર્ગત
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસામાં ૭૩ મા અખિલ ભારત સહકાર સપ્તાહ ઉજવણી અંતર્ગત શ્રેષ્ઠ વહીવટી કામગીરીની સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બનેલી અરવલ્લી જિલ્લાની મંડળીઓને શીલ્ડ અને પ્રસસ્તીપત્ર એનાયત સમારોહ જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી એમ.એસ.સિદ્દકીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો આવ્યો હતો.
જેમાં બીજા સ્થાને વિજેતા ધી મેઘરજ બ્લોક આરોગ્ય કર્મચારી ધિરાણ મંડળી લી.મેઘરજ ને શિલ્ડ તથા પ્રસસ્તીપત્ર અને ત્રીજા સ્થાને વિજેતા ધી અરવલ્લી જિલ્લા આરોગ્ય કર્મચારી વર્ગ-૩ ધિરાણ સહકારી મંડળી લી મોડાસા ને શિલ્ડતથા પ્રસસ્તીપત્ર એનાયત કરતા સંઘના અધ્યક્ષ પટેલે બંને મંડળીના ચેરમેનો સહિતના હોદ્દેદારો , વ્યક્તિ કમિટી સભ્યો અને મેનેજર શામળભાઈ કે પટેલ ને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ બિરદાવ્યા હતા
જિલ્લા આરોગ્ય અધિકારી એમ.એસ.સિદ્દકીએ મંડળીની કામગીરીને બિરદાવીને મંડળીકર્મચારીઓના વેલફેરમાટે કામ કરી રહી છે જે શ્રેષ્ઠ કામગીરી છે એમ જણાવ્યું હતું. આણંદ સંઘના નિવૃત્ત એક્જિક્યુટિવ ઓફિસર સુરેશભાઇએ સહકારી સપ્તાહની ઉજવણીના મહત્વ વિષે માર્ગદર્શન આપ્યું હતું ઓડિટર ગ્રેડ-૧ નિવૃત્ત અધિકારી જે.કે.દરજીએ સભાસદોના ઉત્થાન માટેનો મંડળીનો મોટો ફાળો હોવાનું જણાવ્યું હતું
અરવલ્લી જિલ્લા આરોગ્ય કર્મચારી વર્ગ-૩ના ચેરમેન રમેશભાઈ પંડયાએ મંડળીના વિકાસની વિગટોક રજૂ કરીને શિલ્ડ હરિફાઈના વિજેતા મંડળી તરીકે પ્રતિભાવ રજૂ કર્યા હતા.બન્ને શરાફી મંડળીના મેનેજર એસ.કે.પટેલે મંડળીના વિકાસ અને સભાસદો માટે સેવાની તથા બંને મંડળીઓને શિલ્ડ મળવાથી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી .
આજના સમારોહનું સંચાલન સંઘના એક્જિક્યુટિવ ઓફિસર હરિપ્રસાદ જાેષી દ્રારા કરવામાં આવ્યું હતું અને તેમણે શિલ્ડ મેળવનાર બંને મંડળીઓને બંને મંડળીઓના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા સંઘના કર્મચારી યાજ્ઞિકપટેલ, કુલદીપ પટેલ.અને હાર્દિક પટેલે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.