મોડાસામાં ટ્રાફિકને અડચણરૂપ ૪૦થી વધુ દબાણો દૂર કરાયા
મોડાસા, મોડાસા નગરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે બેકાબૂ બની રહી છે. મોડાસા અરવલ્લી જિલ્લાનું વડુ મથક હોવા છતાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી એટલું જ નહીં નગરના મુખ્ય માર્ગાેની આજુબાજુ હાથલારીઓના ખડકલા અને હંગામી દબાણોના કારણે વાહનચાલકો અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે
ત્યારે આ હાલાકી દૂર કરવાની સાથે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારની સૂચનાથી મુખ્ય અધિકારી સંજયભાઈ પંડ્યાની રાહબરી હેઠળ સેનેટરી ઈન્સ્પેક્ટર સુનીલ રાજપુરોહિતે મોડાસા નગરમાંથી ટ્રાફિકને અડચણરૂપ ૪૦થી વધુ દબાણો દૂર કર્યા હતાં.
જ્યારે હજુ આ દબાણો દૂર કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં ચાલુ રખાશે. મોડાસા નગરપાલિકા દ્વારા પોલીસના સાથ-સહકારથી નગરના ડીપ વિસ્તાર, ચાર રસ્તાથી મખદૂમ ચોકડી, નવજીવન ચોકથી પોસ્ટ ઓફિસ સુધીના માર્ગાેના નડતરરૂપ દબાણો દૂર કરાયાં હતાં.
તાજેતરમાં જે ૬૦થી વધુ દબાણો દૂર કર્યા હતા. જેમાં માર્ગાેની આજુબાજુ હાથલારીઓ, પાથરણાંના ખડકલા હોય તેવા રોડ, દુકાન આગળ રસ્તાને અડચણરૂપ હોય તેવા શેડ અને માલ-સામાનનો ખડકલો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યાં હતાં.