“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત વિજયનગર કોલજમાં રેલી અને સફાઈ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) મોડાસા, વિજયનગર આર્ટસ કોલજના એન.એસ.એસ વિભાગ દ્વારા ભારત સરકારના આદેશાનુસાર તા.૧ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયા ની અંતિમ કડી અંતર્ગત મહા સ્વછતા અભિયાનની રેલી, સ્વચ્છતા શપથ અને બસ સ્ટેશન સફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજયનગર તાલુકા વિસ્તારના રાજ્યસભા
સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા, તાલુકા પ્રમુખ શ્રીમતિ ફૂલવંતીબેન સોલંકી રાજપુર કેળવણી મંડળના પ્રમખશ્રી એમ.એન.પટેલ,મંત્રીશ્રી એચ.એમ. પટેલ કોલેજના આચાર્યશ્રી ડૉ. બી.એન પટેલ અને મયુરભાઈ શાહ તેમજ સંગઠનના વિવિધ સભ્યોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા માટેની પ્રતિજ્ઞા લેવડાવી અને ત્યારબાદ શ્રીમતિ રમીલાબેન બારા દ્વારા લીલી ઝંડી ફરકાવી રેલીનો આરંભ કરવામાં આવ્યો, કાલેજથી લઈ સમગ્ર ગામમાં નારા અને સૂત્રોચાર સાથે જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
ત્યારબાદ વિજયનગર તાલુકાના બસ સ્ટેશન અને આસપાસ ના વિસ્તારની સફાઈ કરવામાં આવી. કોલેજની બહારની સાઇડ, રસ્તાઓ અને કેમ્પસમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. તેમજ કેમ્પસમાં રહેલા કચરાને સાફ કરાવી સિંગલ – યુઝ પ્લાસ્ટિકના સંગ્રહ અને યોગ્ય નિકાલ કરાવ્યો હતો. આ પ્રસંગે કોલેજના તમામ સ્ટાફ મિત્રો, એન.સી.સી કેડેટ એન.એસ.એસ. ના સ્વયંસેવકો તેમજ અન્ય વિદ્યાર્થી ભાઈ બહેનો સફાઈ માટે જોડાયા.
આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. બી.એન પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ. ભરત બાવળિયા અને ડૉ. તૃષા વ્યાસે અને એન.સી.સી. ઓફિસર ડૉ.એમ. ડી.ભટ્ટે કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં વિજયનગર તાલુકાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા ઉપસ્થિત રહ્યાં હતા અને જાતે સફાઇ અભિયાનમાં જોડાઈ લોકોને પોતાની આસપાસ સ્વરછતા જાળવવા અપીલ કરી હતી.