મોદી અને હું એક રાજ્યના તેથી આરોપ લગાવવા સરળ
નવી દિલ્હી, આઝાદીના ૭૫ વર્ષમાંથી ૫૮ વર્ષ ૧ ટ્રિલિયન ડૉલરની જીડીપી ઉભી કરવા માટે થયો. ૧૨ વર્ષમાં ૨ ટ્રિલિયન અને વધુ ૫ વર્ષમાં ૩ ટ્રિલિયન ડૉલર… હવે આપણે જે રીતે ઝડપથી આગળ વધી રહ્યા છે. આગામી દાયકામાં દર ૧૨થી ૧૮ મહિનામાં આપણે જીડીપીમાં ૧ ટ્રિલિયન ડૉલર જાેડીશું. ૨૦૫૦ સુધીમાં ભારત ૩૦ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બની શકે. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ ખાનગી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી.
ગૌતમ અદાણીએ કહ્યું કે, પીએમ અને હું એક જ રાજ્યના છીએ, તેથી આરોપ લગાવવો સરળ બની જાય છે. મારી વિરૂદ્ધ આવી વાતો કહેવામાં આવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમે કોઈ એક કારણથી સફળ થયા નથી, પરંતુ ૩ દાયકાઓમાં ઘણી સરકારોની નીતિમાં ફેરફાર થવાથી અમે સફળ થયા છીએ.
અદાણીની બિઝનેસ સફર અંગે ૪ મહત્વની
૧. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મારી સફર શરૂ થઈ. તેમણે એક્ઝિમ પોલિસીને આગળ વધાર્યું, જેના કારણે મારો એક્સપોર્ટ હાઉસ શરૂ થયો. જાે તેઓ ન હોત તો મારી શરૂઆત આવી ન હોત…
૨. ૧૯૯૧માં નરસિમ્હા રાવ અને મનમોહનસિંહે આર્થિક સુધારો શરૂ કર્યો, જેનો મારી સાથે ઘણા લોકોને ફાયદો થયો…
૩. ૧૯૯૫માં જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે માત્ર મુંબઈથી દિલ્હી સુધીનો દ્ગૐ-૮ ડેવલપ થયો હતો. પોલિસીમાં ફેરફારના કારણે મુદ્રા પર પ્રથમ પોર્ટ બનાવવાની તક મળી.
૪. ૨૦૦૧માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની નીતિઓના કારણે ઉદ્યોગો અને રોજગારમાં વધારો થયો. આવી જ બાબત વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાની સાથે સાથે કેટલાક રાજ્યોમાં વેપારના વિરોધ પર અદાણીએ કહ્યું, વિરોધ લોકતંત્રનો ભાગ છે. હું એવું માનું છું કે, આપણા દેશના લોકતંત્રને તમામને આર્થિક આઝાદી અને તકો આપી છે. હું ટીકાઓને ખોટો ગણતો નથી. હું હંમેશા સામેવાળી વ્યક્તિના પક્ષને સમજવાનો પ્રયાસ કરું છું. હું એ પણ સ્વીકારું છું કે હું હંમેશા સાચો નથી હોઉં. જ્યારે જ્યારે ટીકા થાય છે, ત્યારે હું તેમાં સુધારા કરવાની તકો શોધું છું.
અદાણી ગ્રૂપનો બિઝનેસ એનર્જી, પોર્ટ્સ, લોજિસ્ટિક્સ, માઈનિંગ, ગેસ, ડિફેન્સ અને એરોસ્પેસ અને એરપોર્ટ જેવા સેક્ટર સુધી ફેલાયેલો છે. અદાણી ગ્રુપ પર લગભગ ૨ લાખ કરોડ રૂપિયાનું દેવું છે, જેને લઈને ઘણા લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. આ અંગે ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અમે આર્થિક સ્તરે ખૂબ જ મજબૂત અને સુરક્ષિત છીએ. બે પ્રકારના લોકો આ વાતો કહે છે. પહેલો જેની પાસે આર્થિક સ્થિતિ અને દેવા અંગેની જાણકારી હોતી નથી. અને બીજાે જે સ્વાર્થી હોય છે, આવા લોકો જબરદસ્તીથી ભ્રમ ફેલાવતા હોય છે. અદાણીએ કહ્યું કે, હકીકત એ છે કે, ગત ૯ વર્ષ દરમિયાન અમારો નફો અમારા દેવા કરતા બમણી ઝડપથી વધ્યો છે, જેના કારણે અમારો ડેબ્ટ-ટુ-ઈબીટડા રેશ્યો ૭.૬થી ઘટીને ૩.૨ પર આવી ગયો છે, જે મોટા ગ્રુપ માટે સારી વાત છે.
ઘણા નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે ૨૦૨૩માં વૈશ્વિક મંદી આવશે. આ અંગે ગૌતમ અદાણીએ જણાવ્યું કે, હું ખૂબ આશાવાદી છું અને ક્યારેય આશા છોડતો નથી. અગાઉ ૨૦૦૮માં પણ ઘણા નિષ્ણાતોએ ભારતમાં મંદી દરમિયાન આર્થિક સંકટ આવવાની વાત કરી હતી, પરંતુ દેશે તેને ખોટી સાબિત કરી. હું આશા રાખુ છું કે, આગામી બજેટ મૂડી ખર્ચ, રોજગાર અને સામાજિક સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આનાથી ભારતને ગ્લોબલ હેંડવિંડથી બચાવવામાં મદદ મળશે.