Western Times News

Gujarati News

માતાને યાદ કરી મોદી અમેરિકામાં રડી પડ્યા હતા

અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું શુક્રવારે નિધન થઈ ગયું છે, તેઓ ૧૦૦ વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યૂએન મેહતા હોસ્પિટલમાં સવારે ૩.૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીને પોતાની માતા હીરાબા સાથે ગાઢ નાતો હતો.

આ જ કારણ છે કે, જ્યારે પણ કોઈ ખાસ અવસર હોય, અથવા તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હોય, તેઓ સમય કાઢીને પણ પોતાની માતાને મળવા પહોંચી જતાં હતા. પીએમ મોદી ઘણી વાર સાર્વજનિક મંચ પર પોતાની માતાનો ઉલ્લેખ કરતા રહ્યા છે.

એક કાર્યક્રમમાં જ્યારે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે પીએમ મોદીને કંઈક સવાલ કર્યો, તો તેમની સાથે વાતચીત કરતા પોતાની માતા સાથે જાેડાયેલ સવાલના જવાબમાં પીએમ મોદી એટલા ભાવૂક થઈ ગયા કે, સ્ટેજ પર રડવા લાગ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું છે કે, મારા પિતાજીના નિધન બાદ અમે નાના હતા, ત્યારથી અમારુ ભરણપોષણ કરવા માટે મા બાજૂના ઘરોમાં વાસણ સાફ કરવા, પાણી ભરવા, મજૂરી કરવા જતી હતી.

આપ કલ્પના કરી શકો છો કે, એક માએ પોતાના બાળકોને મોટા કરવા માટે કેટલું કષ્ટ વેઠ્‌યું હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબા જૂનમાં જ ૧૦૦ વર્ષના થયા હતા. હીરાબાના ૧૦૦માં જન્મદિવસ પર પીએમ મોદી ગાંધીનગર તેમને મળવા પહોંચ્યા હતા.

આ દરમિયાન માતાના આશીર્વાદ પણ લીધા હતા અને તેમની પૂજા અર્ચના પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતા પર ચરણસ્પર્શ કરી ભેટમાં શાલ આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ભાવનાત્મક બ્લોગ પણ લખ્યો હતો.

તેમણે પોતાની માતા સાથે વિતાવેલ અમુક યાદગાર ક્ષણને યાદ કરી હતી. તેમણે માતા દ્વારા કરવામાં આવેલા બલિદાનોને યાદ કર્યા અને પોતાની માતાની અલગ અલગ ખૂબીઓને ઉલ્લેખ કર્યો હતો. જેનાથી તેમના મસ્તિષ્ક, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને સ્વરુપ મળ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.