BJPના સમર્થનમાં ઓસ્ટ્રેલિયામાં મોદી ફોર ૨૦૨૪ અભિયાન

નવી દિલ્હી, ઓવરસીઝ ફ્રેન્ડ્સ આૅફ બીજેપી આૅસ્ટ્રેલિયાએ સમુદાયના સભ્યો માટે ‘મોદી ફોર ૨૦૨૪ શીર્ષક હેઠળ એક અભિયાન શરૂ કર્યું હતું જેમાં જેમાં દેશના સાત મોટા શહેરો અને મહત્વપૂર્ણ સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. આ અભિયાનનો ઉદ્દેશ્ય ભારતમાં લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીની આગેવાની હેઠળના એનડીએ માટે વિદેશી સમર્થન મેળવવાનો છે.
ઓવરસીઝ ફ્રેન્ડ્સ આૅફ બીજેપી ઓસ્ટ્રેલિયાએ સિડની હાર્બર બ્રિજ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, પર્થ ઓપ્ટસ સ્ટેડિયમ, બ્રિસ્બેન ગબ્બા, ગોલ્ડ કોસ્ટમાં સર્ફર્સ પેરેડાઈઝ, કેનબેરામાં માઉન્ટ આઈન્સલી અને એડિલેડમાં નેવલ મેમોરિયલ ગાર્ડન્સ જેવા પ્રતિષ્ઠિત સ્થળોએથી એક મોટું અભિયાન શરૂ કર્યું છે.
ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં વિકાસલક્ષી નીતિઓને જબરદસ્ત સમર્થન મળ્યું હતું. લોકોએ પોતાને મોદીના પરિવારનો ભાગ ગણાવ્યા હતા. અગાઉ, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકેએ લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી અને કેન્દ્રમાં સત્તાધારી પક્ષને અચળ સમર્થન દર્શાવવા લંડનમાં કાર રેલીનું આયોજન કર્યું હતું. ભાજપે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ૧૧૧ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ ટિકિટ આપવામાં આવી છે. તે મંડીથી ચૂંટણી લડશે. ભાજપે આજે જ પાર્ટીમાં સામેલ થયેલા નવીન જિંદાલને કુરુક્ષેત્રથી ટિકિટ આપી છે. પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બેગુસરાયથી ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે રવિવારે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે.
આ વખતે આ યાદીમાં સૌથી મોટું નામ જે ઉમેદવાર તરીકે ઉભરી આવ્યું છે તે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતનું છે. પાર્ટીએ તેમને હિમાચલ પ્રદેશની મંડીથી લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.આ સિવાય રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ પણ ચૂંટણી લડશે.
પાર્ટીએ તેમને મેરઠ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં જે મોટા ઉમેદવારનું કાર્ડ કપાયું છે તે વરુણ ગાંધી છે, જેમની ટિકિટ આ વખતે પીલીભીતથી કપાઈ છે.SS1MS