Western Times News

Gujarati News

કેનેડામાં વસતા ભારતીયોને સાવચેત રહેવા મોદી સરકારની સલાહ

(એજન્સી)નવી દિલ્હી, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે આજે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે

કે ભારતીય નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જાેવા મળી હોય, આ સિવાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી પ્રવૃતિઓ અને ગુનાહિત હિંસાને જાેતા તમામને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે.

કેનેડામાં ભારતીય નાગરિકો અને ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી (Advisory for Indian Nationals and Indian Students in Canada)

ભારતીય નાગરિકો અને મુસાફરી વિશે વિચારતા લોકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે. તાજેતરમાં, ધમકીઓએ ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના વર્ગોને નિશાન બનાવ્યા છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે.

તેથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં એવા પ્રદેશો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જાેવા મળી હોય. અમારા હાઈ કમિશન/કોન્સ્યુલેટ જનરલ કેનેડામાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારીની ખાતરી કરવા માટે કેનેડિયન સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહેવાનું ચાલુ રાખશે.

કેનેડામાં બગડતા સુરક્ષા વાતાવરણને જાેતાં ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને અત્યંત સાવધાની રાખવાની અને જાગ્રત રહેવાની સલાહ આપવામાં આવે છે.

ભારતીય નાગરિકો અને કેનેડામાં ભારતના વિદ્યાર્થીઓએ પણ તેમની સંબંધિત વેબસાઈટ અથવા એમએડીએડી પોર્ટલ દ્વારા ઓટ્ટાવા ખાતેના ભારતના હાઈ કમિશન અથવા ટોરોન્ટો અને વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલમાં નોંધણી કરાવવી આવશ્યક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.