મોદી સરકારે ૨૦૧૪ બાદ જાહેરાત પાછળ ૬૩૯૯ કરોડ ખર્ચ્યા
નવીદિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જાહેરાતો પર ૩,૭૨૩ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાજ્યસભામાં સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એક લેખિત જવાબમાં આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકારની જાહેરાત અને પ્રચાર પર ખર્ચ નથી વધ્યો.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૭-૧૮મા જાહેરાત માટે ૧૨૨૦.૮૯ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જ્યારે તેના પછીના વર્ષે ૧,૧૦૬.૮૮ કરોડ રૂપિયાનો ખર્ચ જાહેરાત માટે થયો હતો.
૨૦૧૪થી ૭ સપ્ટેમ્બર સુધીની વાત કરીએ તો મોદી સરકારે ૬૩૯૯ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જ્યારે AAP સરકારની વાત કરીએ તો તેમણે ૧૦ વર્ષમાં જાહેરાત પાછળ ૩૫૮૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ બાબતે વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯-૨૦મા સરકારે ૬૨૭.૬૭ કરોડ રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચ કર્યા છે. જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧મા મોદી સરકારે જાહેરાતો પાછળ ૩૪૯.૦૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ પછી, વર્ષ ૨૦૨૧-૨૨મા ૨૬૪.૭૮ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાતો પાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, હાલના નાણાકીય વર્ષમાં ૯ ડિસેમ્બર સુધી કેન્દ્ર સરકારે જાહેરાતો પાછળ ૧૫૪.૦૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
સભ્યએ પૂછ્યું હતું કે, વર્ષ ૨૦૧૪થી દરેક મંત્રાલય દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જાહેરાતો પર કરવામાં આવેલા ખર્ચની વર્ષવાર વિગતો શું છે.
મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૪-૧૫થી ૭ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જાહેરાતો પર ૩૧૩૮.૮૧ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જાે કે, આ અવધિમાં ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાહેરાતો પર ૩૨૬૦.૭૯ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ, કેન્દ્રીય સંચાર બ્યુરોના માધ્યમથી વર્ષ ૨૦૧૪-૧૫મા પ્રિન્ટ મીડિયા પાછળ જાહેરાતમાં ૪૨૪.૮૪ કરોડ રૂપિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા પાછળ ૪૭૩.૬૭ કરોડ રૂપિયા, વર્ષ ૨૦૧૫-૧૬મા પ્રિન્ટ પાછળ ૫૦૮.૨૨ કરોડ રૂપિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા પાછળ ૫૩૧.૬૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
એ જ રીતે, વર્ષ ૨૦૧૬-૧૭મા પ્રિન્ટ મીડિયા પાછળ ૪૬૮.૫૩ કરોડ રૂપિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પાછળ ૬૦૯.૬૦ કરોડ રૂપિયા, વર્ષ ૨૦૧૭-૧૮મા પ્રિન્ટ મીડિયા પાછળ ૬૩૬.૦૯ કરોડ રૂપિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પાછળ ૫૧૪.૨૮ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.HS1MS