મોદી સરકાર PoKને ભારત પરત લાવવા પ્રતિબદ્ધઃ વિદેશ મંત્રી

વિદેશ મંત્રીએ દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતુ
(એજન્સી)નવી દિલ્હી, ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ હવે અસરકારક રીતે ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભાજપ પાકિસ્તાન, રામ મંદિર અને મુસ્લિમના મુદ્દા પર પ્રચાર કરી રહી છે.ત્યારે ફરી એકવાર પીઓકેનું નામ લઇને પ્રચારને વધુ વેગવતું બનાવ્યું છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકે અંગે તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર પીઓકેને ભારત પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે મોદી સરકારે ભારતીય બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી, જ્યારે લોકોની માન્યતાઓ સંપૂર્ણપણે અલગ હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંગે તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર પીઓકેને ભારત પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રી દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે મોદી સરકારે ભારતીય બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી, જ્યારે લોકોની માન્યતાઓ સંપૂર્ણપણે અલગ હતી.
હું પીઓકેના સંદર્ભમાં એટલું જ કહી શકું છું કે સંસદમાં એક ઠરાવ છે અને દેશની દરેક રાજકીય પાર્ટી એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે પીઓકે, જે ભારતનો ભાગ છે, તે ભારત પરત આવે. તેમણે આગળ કહ્યું, હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે ૧૦ વર્ષ પહેલા અથવા ૫ વર્ષ પહેલા પણ લોકોએ અમને આ પૂછ્યું ન હતું. જયશંકરે કહ્યું કે જ્યારે અમે કલમ ૩૭૦ નાબૂદ કરી,
ત્યારે હવે લોકો સમજે છે કે પીઓકે પણ મહત્વપૂર્ણ છે.આ પહેલા રવિવારે વિદેશ મંત્રીએ જાહેરાત કરી હતી કે પીઓકે ક્યારેય ભારતની બહાર નહીં જાય. ઓડિશામાં એક કાર્યક્રમમાં એક પ્રશ્નનો જવાબ આપતા જયશંકરે કહ્યું હતું કે, “ઁર્દ્ભ ક્યારેય આ દેશની છાજર નથી રહ્યો. તે આ દેશનો એક ભાગ છે. સંસદનો ઠરાવ છે કે ઁર્દ્ભ સંપૂર્ણપણે ભારતનો ભાગ છે.