Western Times News

Gujarati News

હવે ૬૦૦૦ કરોડની અટલ ભુજળ યોજનાને લીલીઝંડી

Pushkar, India - November 15, 2010:

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ૮૩૫૦ ગામોને સ્કીમ આવરી લેશે ઃ કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીયમંત્રીની જાહેરાત
નવી દિલ્હી,  કેન્દ્રીય કેબિનેટે આજે અટલ ભુજળ યોજનાને પણ લીલીઝંડી આપી હતી. ભુગર્ભ જળ સંશાધનોના યોગ્ય સંચાલન માટે ૬૦૦૦ કરોડ રૂપિયાની આ સ્કીમ શરૂ કરવામાં આવી ચુકી છે. આનાથી ગુજરાતને પણ મોટો ફાયદો થનાર છે.
કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ૮૩૫૦ ગામોને આ સ્કીમ આવરી લેશે.

જુદી જુદી પ્રવૃત્તિઓમાં રહેલા સમુદાયની સક્રિય ભાગીદારીથી આ યોજનાને આગળ વધારવામાં આવશે જેમાં પાણીના વપરાશ સાથે જાડાયેલી સંસ્થાઓ, નિરીક્ષણ કરનાર સંસ્થાઓ, ભૂગર્ભ જળના આંકડા રાખનાર સંસ્થાઓ, પાણીના બજેટ સંબંધિત સમિતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતવાઇઝ જળ સુરક્ષા યોજનાના અમલીકરણ અને યોજના અંગેની માહિતી ધરાવતી સંસ્થાઓ, શિક્ષણ અને દૂરસંચારની પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવશે.

વાજપેયીના જન્મદિવસના એક દિવસ પહેલા જ અટલ ભુજળ યોજનાને લીલીઝંડી આપવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળી હતી. કેબિનેટની આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ભૂગર્ભ જળ સંશાધનની જાળવણી માટે આ સ્કીમ ખુબ જ ઉપયોગી સાબિત થશે. ગુજરાતના મોટી સંખ્યામાં ગ્રામિણ વિસ્તારોને પણ આનાથી ફાયદો થશે. ભૂગર્ભ જળની Âસ્થતિ અને સંશાધનોમાં આ યોજના દરમિયાન અભ્યાસ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.