વિપક્ષના દુષ્પ્રચારનો સામનો કરવા મહારાષ્ટ્રના ભાજપ સાંસદોને મોદીની સૂચના

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટૂંકસમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા મહારાષ્ટ્રના ભાજપના સાંસદોને લોકસંપર્ક વધારવા તથા સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા દુષ્પ્રચારનો સામનો કરવાની સૂચના આપી હતી.
મોદી મહારાષ્ટ્રના લોકસભા અને રાજ્યસભાના સભ્યોને મળ્યા હતા અને સંસદમાં પ્રથમ વખતના સભ્યો સાથે તેમના અનુભવ વિશે પણ વાત કરી હતી.વડાપ્રધાને ભાજપના સાંસદોને કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓ અને પહેલોને લોકો સુધી પહોંચાડવા અને સરકાર વિશે ખોટી માહિતી ફેલાવવાના વિપક્ષના પ્રયાસોને ખાળવાની સૂચના આપી હતી.
વડાપ્રધાન સાંસદોને બુથ લેવસે દરક મતદાર સુધી પહોંચવા કહ્યું હતું. ગુરુવારે બપોરે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ પણ હાજર હતાં. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ કુલ ૨૮ બેઠકો પર ચૂંટણી લડ્યો હતો, પરંતુ આઠ જ બેઠકો મળી હતી.
આની સામે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૩ બેઠકો જીતી હતી.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના ભાજપના સહયોગી શિવસેનાએ ૧૫માંથી સાત બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે અજિત પવારની આગેવાની હેઠળની ચાર બેઠકોમાંથી એક પર વિજય મેળવ્યો હતો. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાવાની છે અને ભાજપે જાહેરાત કરી છે કે તે તેના સહયોગી શિવસેના અને એનસીપી સાથે ચૂંટણી લડશે.SS1MS