મોદી-પુતિનની દોસ્તી કામ આવી
નવી દિલ્હી, ઓયલની કિંમતો પર લગામ લગાવવા માટે રશિયાએ ભારતને મદદ કરવાની ખાતરી આપી છે. હકીકતમાં જાેઈએ તો, રશિયા પાસેથી તેલ ખરીદવા પર પશ્ચિમી દેશોએ ભારત પર ઈંશ્યોરન્સ સર્વિસ તથા ટેન્કર ચાર્ટરિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
રશિયાએ ભારતને મોટી ક્ષમતાવઆળા શિપ ભાડે આપવાની અને તેને બનાવામાં સહયોગ કરવાની ખાતરી આપી છે. બંને દેશના રાજદૂતોએ તેલ સંકટ પર બે દિવસ પહેલા વાતચીત કરી હતી. નવી દિલ્હીમાં રશિયાના દૂતાવાસે કહ્યું કે, યૂરોપિય સંઘ અને બ્રિટેનમાં ઈંશ્યોરન્સ સર્વિસ અને ટેન્કર ચાર્ટરિંગ પર બેન લગાવી દીધો છે.
ભારત તેની ઈંશ્યોરન્સ સર્વિસ અને ટેન્કર ચાર્ટરિંગ પર ર્નિભર ન રહે તેના માટે રશિયા મદદ કરવા તૈયાર છે. દૂતાવાસે જણાવ્યું છે કે, રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝેંડર નોવાકે ભારતના રાજદૂત સાથે શુક્રવારે મુલાકાત કરી હતી. રશિયાના ઉપ પ્રધાનમંત્રીએ ભારતને લઈને મોટી ક્ષમતાવાળા શિપને લીઝ પર આપવા અને તેના નિર્માણમાં મદદ કરવાની ખાતરી આપી છે.
રશિયાના સહયોગથી ભારતની ર્નિભરતા પશ્ચિમી દેશો પર રહેશે નહીં અને તે આર્ત્મનિભર થઈને તેલની આયાત કરવા માટે આઝાદ રહેશે. એલેક્ઝેંડર નોવાકે શુક્રવારે મોસ્કોમાં ભારતીય રાજદૂત પવન કુમાર સાથે મીટિંગ કરી હતી. રશિયાના દૂતાવાસે જણાવ્યું છે કે, છેલ્લા આઠ મહિનામાં ભારતમાં રશિયાનું તેલ નિકાસ ખૂબ આગળ વધ્યું છે. ભારતમાં રશિયા તેલ નિકાસ વધીને ૧૬.૩૫ મિલિયન ટન થઈ ગયું છે.
રશિયામાંથી તેલ શિપમેન્ટના મામલામાં ભારત બીજા સ્થાન પર છે. જાે કે, યુક્રેન-રશિયા યુદ્ધના કારણે પશ્ચિમી દેશો ભારતના આ પગલાથી ખૂબ નારાજ છે. પશ્ચિમી દેશોએ યુક્રેનમાં યુદ્દધની વચ્ચે રશિયામાંથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. જેને લઈને ભારતની પશ્ચિમના દેશોએ ખૂબ ટિકા પણ કરી હતી. તો વળી બીજી બાજૂ ભારતે બંને દેશોને શાંતિની અપીલ કરતું રહ્યું છે.
ભારતે હંમેશા પોતાના દેશહીતની વાતને આગળ રાખી છે. ભારતે પોતાના નાગરિકોને હીતમાં તેલ ખરીદતા હોવાની વાત કરી છે તેથી આ ડીલ ખૂબ આગળ વધી રહી છે.SS1MS