Western Times News

Gujarati News

તાજેતરમાં જ લોંચ કરાયેલા સેટેલાઈટે ભારતની તસવીરો મોકલી

મોદીએ ગુજરાતની ચાર સેટેલાઈટ તસવીર શેર કરી

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ગુજરાતને લગતી ચાર તસવીર શેર કરી છે. આ તસવીરો ISROના સેટેલાઈટ EOS-06ની મદદ ક્લિક કરવામાં આવી છે. આ સેટેલાઈટ ગયા સપ્તાહે લોંચ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તસવીરો શેર કરતાં પૂછ્યું છે કે શું તમે આવી આકર્ષક તસવીરો જાેઈ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતની ખૂબ જ સુંદર કેટલીક તસવીરો શેર કરી રહ્યો છું. જેને સેટેલાઈટ EOS-06 મારફતે લેવામાં આવી છે.

વડાપ્રધાને ગુજરાતના સેટેલાઈટ વ્યૂને દેખાડતી ચાર તસવીરો શેર કરી છે, અને કહ્યું છે કે સ્પેસ ટેકનોલોજીની દુનિયામાં આ પ્રગતિ આપણને ચક્રવાતોની આગાહી કરવા તથા આપણા તટીય અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપવામં મદદરૂપ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ ૧,૨૧૪ કિમી છે,જે રાજ્યના ૧૬ જિલ્લા સાથે જાેડાયેલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલી તસવીરોમાં ગુજરાતના અતિ સુંદર દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈસરોએ EOS-06 ઉપગ્રહ ૨૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા.

આ ઓશનસેટ સિરીઝની ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. ઓશનસેટ-૨ને સપ્ટેમ્બર ૨૦૦૯માં લોંચ કર્યો હતો. EOS-06 એ ૧,૧૧૭ કિલોગ્રામ વજન ધરાવે છે.

આ ઉપગ્રહનું કામ સમુદ્રની સપાટીના તાપમાનનું મોનિટર કરવાનું છે. તેની મદદથી સમુદ્રી ચક્રવાતો પર નજર રાખે છે અને તેનું વધારે સારું ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ સેટેલાઈટ સમુદ્રી તટ વિસ્તારોમાં સંશાધનોની શોધ કરવામાં મદદ કરે છે.

ઈસરોએ એક નિવેદનમાં કહ્યું હતું કે EOS-06 સેટેલાઈટ કે જેને PSLV-C ૫૪ની મદદથી શનિવારે આઠ અને નેનો સેટેલાઈટ લોંચ કર્યો હતો. નેશનલ રિમોટ સેસિંગ સેન્ટરમાં મંગળવારે પ્રથમ તસવીર મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.