‘ચૌરી ચૌરા’ : દેશની આઝાદીની લડતની એક મહત્વપૂર્ણ ઘટનાના 100 વર્ષ પૂરા થાય છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ચૌરી ચૌરા’ શતાબ્દી કાર્યક્રમોનું 4 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ચૌરી ચૌરા શતાબ્દી ઉજવણીનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ 4 ફેબ્રુઆરી, 2022 સુધી ઉત્તરપ્રદેશના 75 જિલ્લાઓમાં ઉજવાશે. વડા પ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશના ગોરખપુરના ચૌરી ચૌરા ખાતેના કાર્યક્રમમાં ભાગ લેશે.
આ દિવસે ‘ચૌરી ચૌરા’ ઘટનાના 100 વર્ષ પૂરા થાય છે, જે દેશની આઝાદીની લડતની એક મહત્વપૂર્ણ ઘટના છે. વડા પ્રધાન આ કાર્યક્રમ દરમિયાન શતાબ્દીને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પ પણ જાહેર કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
બ્રિટિશ ભારતના સંયુક્ત પ્રાંત (આધુનિક ઉત્તર પ્રદેશ)ના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ખાતે 4 ફેબ્રુઆરી 1922 ના રોજ બની હતી, જ્યારે અસહકાર આંદોલનમાં ભાગ લેનારા વિરોધીઓના વિશાળ જૂથે ગોળીબાર કરનાર પોલીસ સાથે અથડામણ કરી.
જવાબી કાર્યવાહીમાં પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને આગ ચાંપી દીધી, તમામ કર્મચારીઓ માર્યા ગયા. આ ઘટનાને પગલે ત્રણ નાગરિકો અને 22 પોલીસકર્મીનાં મોત નીપજ્યાં હતાં. હિંસા સામે સખત વિરોધ કરનારા મહાત્મા ગાંધીએ આ ઘટનાના સીધા પરિણામ રૂપે, 12 ફેબ્રુઆરી 1922 ના રોજ રાષ્ટ્રીય સ્તરે અસહકાર આંદોલન અટકાવ્યું હતું, અને સખત શબ્દોમાં કહ્યુ હતું કે મારે કોઈ પણ ભોગે હિંસાનો સહારો લઈને ભારતની આઝાદી જોઈતી નથી.