મોદી મોજ કરવા માટે જન્મ્યા નથી: PM મોદી

મને ધમકી ન આપો, હું મહાકાલનો ભક્ત છુંઃ PM મોદી
(એજન્સી)બાલાઘાટ, મધ્યપ્રદેશના બાલાઘાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધી થયેલા વિકાસના કામો માત્ર ફુલઝડી છે. હવે વિકાસના રોકેટને વધુ ઉંચાઈઓ પર લઈ જવાનું છે. પીએમ મોદીએ કહ્યું કે હજી તો આ ટ્રેલર છે. હવે ભારતને નવી ઉંચાઈ પર લઈ જવાનું છે.
તેમણે કહ્યું કે મોદી મોજ કરવા માટે જન્મ્યા નથી. પીએમ મોદીએ પોતાને ભગવાન મહાકાલના ભક્ત જણાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી કાં તો મહાકાલ આગળ ઝૂકે છે અથવા જનતા જનાર્દન સમક્ષ.
બાલાઘાટમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનોનો પ્રેમ સ્પષ્ટપણે દર્શાવે છે કે ૪ જૂને મધ્યપ્રદેશમાં કેવા પરિણામો આવવાના છે. વિધાનસભાની ચૂંટણીમાં જ તમે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો, હવે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના લોકો ભાજપ સામે નહીં પણ એકબીજા સામે લડી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ દિવસમાં બીજી વખત મધ્યપ્રદેશમી મુલાકાતે પહોંચ્યા હતા. મોદી (મંગળવારે) બાલાઘાટમાં ભાજપના ઉમેદવાર ભારતી પારધીની તરફેણમાં રેલીમાં સંબોધન કર્યું હતુ. આ પહેલા તેઓ ૨૦૧૪માં ચૂંટણી પ્રચાર માટે અહીં આવ્યા હતા. મધ્યપ્રદેશ સરકારના મંત્રી પ્રહલાદ પટેલે વડાપ્રધાનની મુલાકાત અંગે કહ્યું કે, ‘આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે…
જે નેતાના શબ્દો પર અને જેના કામ અને નામ પર દેશમાં વોટ મળે છે, આજે નવા વર્ષ પર પહેલીવાર તેઓ બાલાઘાટની ધરતી પર આવશે, આ ઇતિહાસ બની જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- જે લોકો પોતાની તિજોરી ભરવા માટે રાજનીતિમાં આવ્યા છે તેમણે મોદીને ધમકી ન આપવી જોઈએ, મોદીને પોતાની કમાણી પણ દેશની સેવામાં ખર્ચવાની આદત છે. મોદી મહાકાલના ભક્ત છે. મોદી કાં તો મહાકાલ આગળ ઝૂકે છે અથવા જનતા જનાર્દન સમક્ષ.