અર્થશાસ્ત્રીઓ સાથે મોદી બજેટ પહેલા ચર્ચા કરશે
નવી દિલ્હી, દેશમાં સામાન્ય બજેટની તારીખ નજીક આવી રહી છે અને ઉદ્યોગ જગતમાં ગરમાગરમી વધી રહી છે. જેને લઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ પહેલાં શુક્રવારે, ૧૩ જાન્યુઆરીએ નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે બેઠક કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ દરમિયાન પીએમ મોદી અર્થવ્યવસ્થાની સ્થિતિ અને આર્થિક વિકાસ દરને ઝડપી બનાવવાના ઉપાયો પર ચર્ચા કરશે.
ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર ઘટીને ૭ ટકા રહેવાનો અંદાજ છે. વરિષ્ઠ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ બેઠકમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપશે. નાણા પ્રધાન ર્નિમલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ સંસદમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું બજેટ રજૂ કરશે. માંગમાં નરમાઈ સાથે દેશનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે ઘટીને ૭ ટકા થઈ શકે છે. જાે આવું થાય તો ભારત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો દરજ્જાે ગુમાવી શકે છે.
આંકડા મંત્રાલયના પ્રથમ સત્તાવાર અનુમાન મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં GD (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિ દર સાત ટકા રહેશે, જે ગયા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૮.૭ ટકા હતો. આ અંદાજ સરકારના અગાઉના ૮ થી ૮.૫ ટકા વૃદ્ધિના અંદાજ કરતા ઘણો ઓછો છે. જાેકે, આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ૬.૮ ટકાના અંદાજ કરતા વધારે છે. જાે આ અંદાજ સાચો હશે તો ભારતનો આર્થિક વિકાસ દર સાઉદી અરેબિયા કરતા ઓછો હશે.
સાઉદી અરેબિયાનો વિકાસ દર ૭.૬ ટકા રહેવાનું અનુમાન છે. જણાવી દઈએ કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૩ ટકા હતો. જ્યારે આ સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા ૮.૭ ટકાના દરે વૃદ્ધિ પામી હતી.
જણાવી દઈએ કે, સામાન્ય બજેટ પહેલા ઉદ્યોગ અને સામાન્ય માણસને ટેક્સના દરો અને બિઝનેસ સંબંધિત અન્ય સુવિધાઓમાં રાહત મળવાની આશા છે. ઘણી વ્યાપારી સંસ્થાઓએ પ્રિ-બજેટ મીટિંગમાં સરકાર અને નાણામંત્રી સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. જાે કે, સરકાર માંગણીઓ સ્વીકારે છે અને સામાન્ય માણસને રાહત આપે છે કે કેમ, તેનો ર્નિણય ૧ ફેબ્રુઆરીએ લેવામાં આવશે, જ્યારે નાણામંત્રી ર્નિમલા સીતારમણ દેશની સામે તેમનું બજેટ જણાવશે.