મેચમાં સૌથી વધુ રન બનાવનાર મોહમ્મદ રિઝવાન બન્યો વિલન
દુબઈ, સુપર-૪માં ભારતને હરાવ્યું તે પછી પાકિસ્તાનને T-૨૦ એશિયા કપ ૨૦૨૨ માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું હતું, જાેકે, ફાઈનલ મેચ દરમિયાન ૮ ઓવર પછી શ્રીલંકાએ આખી બાજી પલ્ટી નાખી અને ધીમે-ધીમે મેચ પર કબજાે મેળવી લીધો હતો.
પાકિસ્તાન હાર્યું તેના માટે ટીમના જ સ્ટાર બેટ્સમેન વિકટકીપર મોહમ્મદ રિઝવાનને વિલન માનવામાં આવી રહ્યો છે. શ્રીલંકા સામેની મેચમાં અર્ધસદી ફટકારીને રિઝવાને એશિયા કપ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીને પણ પાછળ છોડીને સૌથી વધુ રન બનાવ્યા પરંતુ ફાઈનલ મેચમાં જે ગતિ સાથે બેટિંગ કરી તેના કારણે અન્ય બેટ્સમેનો પર રન બનાવવાનું પ્રેશર વધ્યું હતું.
મોહમ્મદ રિઝવાને શ્રીલંકા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ૫૫ રન બનાવ્યા હતા, આની સાથે જ રિઝવાન ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી પણ બની ગયો છે. રિઝવાને એશિયા કપ ૨૦૨૨માં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડીને ૨૮૧ રન બનાવ્યા છે.
આ દરમિયાન બે અર્ધસદી પણ લગાવી હતી અને તેમાં સર્વોચ્ચ નોટઆઉટ ૭૮ રનના અંગત સ્કોરનો પણ સમાવેશ થાય છે. મોહમ્મદ રિઝવાને પાકિસ્તાનની ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ ફાઈનલમાં પાકિસ્તાનને મળેલી હાર માટે તેને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.
ફાઈનલ મેચમાં રિઝવને ૪૯ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૫૫ રન બનાવ્યા હતા. ફાઈનલ મેચમાં રિઝવાની સ્ટ્રાઈક રેટ ૧૧૨.૨૪ રહી હતી. શ્રીલંકાએ પહેલા બેટિંગ માટે ઉતરીને ૧૭૧ રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ માટે શરુઆતમાં પલડું ભારે રહ્યું હતું, જાેકે, એક સમય પછી વિકેટો પડવાનું શરુ થયું હતું.
પરંતુ બીજી તરફ રિઝવાને પોતાની વિકેટ ટકાવી રાખી હતી, પરંતુ તેની ધીમી બેટિંગના કારણે અન્ય ખેલાડીઓ પર રન બનાવવાનું દબાણ વધતું હતું. છગ્ગો મારવાની કોશિશમાં રિઝવાને પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પાકિસ્તાન માટે કમબેક કરવું મુશ્કેલ બની ગયું હતું. શરુઆતમાં રિઝવાનનો સાથ આપી રહેલા ઈફ્તિકાર અહેમદે ૩૨ રન બનાવ્યા હતા.
આ સિવાયા કોઈ ત્રીજાે ખેલાડી હારિસ રઉફ ૧૩ રન બનાવી શક્યો હતો બાકી કોઈ બેટ્સમેન ૧૦ને પાર નહોતો પહોંચી શક્યો. ફાઈનલ મેચમાં બાબર આઝમનું પણ નબળું પરફોર્મન્સ યથાવત રહ્યું હતું. શ્રીલંકા સામે ફાઈનલ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો ર્નિણય લીધો હતો. શ્રીલંકાની ટીમની નબળી શરુઆત બાદ રાજાપક્ષાની ૪૫ બોલમાં ૭૫ રનની ઈનિંગ્સે ટીમને બૂસ્ટ કરી હતી.
જ્યારે હસરંગાએ ૨૧ બોલમાં ૩૬ રન બનાવ્યા હતા. આમ ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૭૦ રનનો સ્કોર ઉભો કર્યો હતો. આ પછી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરુઆત ઘણી સારી રહી હતી, પહેલી જ ઓવરમાં દિલશાન મધુશંકાએ નો-બોલ અને વ્હાઈડ બોલ નાખીને રનોની લહાણી કરી દીધી હતી.
જાેકે, બાબરની વિકેટ પડ્યા પછી રિઝવાન એક છેડે ટકી રહ્યો હતો અને સામેના છેડે વિકેટો પડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. રિઝવાનની વિકેટ પડ્યા પછી મેચ પર શ્રીલંકાએ કબજાે કરી લીધો હતો.SS1MS