દેવોલીના લગ્ન વિશે જાણી મહોમ્મદને લાગી નવાઈ
મુંબઈ, સાથ નિભાના સાથિયાની ગોપી વહુ’ ઉર્ફે દેવોલીના ભટ્ટાચાર્જી બુધવારે જિમ ટ્રેનર શાનવાઝ શેખ સાથે ખૂબ સાદગીથી પરણી ગઈ. સવારથી જ એક્ટ્રેસ સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના લૂકની તસવીરો શેર કરી રહી હતી, પરંતુ ફેન્સને તેનો પતિ કોણ છે તે જાણવામાં રસ હતો અને સાંજે આખરે તેમની આતુરતાનો અંત આવ્યો.
પહેલા તો ફેન્સને લાગ્યું કે તે મજાક કરી રહી છે અથવા આ સીરિયલના શૂટિંગનો કોઈ ભાગ હશે. પરંતુ લગ્નની તસવીરો જાેયા બાદ તેના મિત્રો અને સાથ કામ કરી ચૂકેલા એક્ટર્સને પણ નવાઈ લાગી હતી. તેના કો-એક્ટર રહી ચૂકેલા મહોમ્મદ નઝિમે વાતચીત કરતાં ખબર જાણીને તેને પણ નવાઈ લાગી હોવાનું જણાવ્યું હતું.
સાથ નિભાના સાથિયા’માં દેવોલીનાના પતિ અહેમ મોદીનું પાત્ર ભજવારા મહોમ્મદે જણાવ્યું હતું કે, ‘મારી બહેનના લગ્ન હોવાથી હાલ હું મારા વતન પંજાબમાં છું. બે અઠવાડિયા પહેલા મારી બહેનના લગ્નનું આમંત્રણ આપવા માટે મેં દેવોલીનાને ફોન કર્યો હતો.
પરંતુ તેણે તે નહીં આવી શકે તેમ કહ્યું હતું. ગમે તે હોય, પરંતુ હું તેના માટે ખુશ છું અને જીવનભર તે ખુશ રહે તેવી શુભેચ્છા પાઠવું છું. મંગળવારે રાતે દેવોલીના ભટ્ટાચાર્જીએ તેના ઈન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમનની તસવીરો શેર કરી હતી, જેમાં તે યલ્લો કલરના આઉટફિટની સાથે ટ્રેડિશનલ બંગાળી બંગડી શાખાપોલા તેમજ હાથમાં મહેંદી સાથે જાેવા મળી હતી.
તેના ફંક્શનમાં કો-એક્ટર્સ રહી ચૂકેલા વિશાલ સિંહ અને ભાવિની પુરોહિતે હાજરી આપી હતી. બંને તેના લગ્નમાં પણ સામેલ થયા હતા. સાંજે દેવોલીના ભટ્ટાચાર્જીએ પતિ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું ‘અને હા ગર્વથી કહી શકું છું કે હું પરણી ગઈ છું અને શોનુને ‘હા’ પાડી. દીવો લઈને શોધવા જાત તો પણ તારા જેવો ન મળત. તું મારી પીડા અને પાર્થનાનો જવાબ છે.
આઈ લવ યુ શાનુ. આપ સૌનો આભાર. અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખશો અને આશીર્વાદ વરસાવતા રહેજાે. મિસ્ટ્રી મેન ખૂબ ફેમસ શોનુ અને તારા બધાના જીજાજી’. ‘રાશિ’ ઉર્ફે રુચા હસબનીસ, રશ્મિ સિંહ, હેલી શાહ, જય ભાનુશાળી, વિશાલ સિંહ, ભાવિની પુરોહિત, ભારતી સિંહ, દીપિકા સિંહ, ગૌતમ રોડે, દિવ્યા અગ્રવાલ, લવી સાસન, કામ્યા પંજાબી તેમજ કાજલ પિસલ સહિતના સેલેબ્સે નવદંપતી પર અભિનંદનનો વરસાદ કર્યો હતો.SS1MS