Western Times News

Gujarati News

મોહનલાલની ‘દૃશ્યમ ૩’નું રિલીઝ પહેલાં જ સૌથી મોટો બિઝનેસ કરવાનું લક્ષ્ય

મુંબઈ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની પહેલી ફિલ્મ ‘દૃશ્યમ’ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. જિતુ જોસેફ દ્વારા ડિરેક્ટ થયેલી આ ફિલ્મમાં મોહનલાલ લીડ રોલમાં હતા.

આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી યાદગાર અને આઇકોનિક થ્રિલર ફિલ્મ બની ગઈ હતી. દુનિયાભરના વિવેચકોએ પણ આ ફિલ્મને વખાણી હતી. પછી ૨૦૨૧માં ‘દૃશ્યમ ૨’ આવી પરંતુ કોવિડના કારણે દુનિયાભરમાં લોકડાઉન હોવાથી એમેઝોન પ્રાઇમ પર ફિલ્મ રિલીઝ કરવમાં આવી હતી. જ્યારથી આ ફિલ્મ આવી ત્યારથી લોકો ‘દૃશ્યમ ૩’ની રાહ જોતાં હતાં, જે આ શ્રેણીની છેલ્લી ફિલ્મ હશે.

મોહનલાલે અંતે ૨૦ ફેબ્›આરીએ ત્રીજા ભાગની જાહેરાત કરી દીધી છે. માત્ર ફિલ્મની જાહેરાતથી જ તે મલયાલમ સિનેમની ઐતિહાસિક ફિલ્મ બનશે તેવી ધારણાઓ થઈ રહી છે. જે રીતે આતુરતાથી આ ફિલ્મની રાહ જોવાતી હતી, તેના આધારે ટ્રેડ એક્સપર્ટ માને છે કે આ ફિલ્મને મલયાલમ સિનેમાના ઇતિહાસનું સૌથી મોટું ઓપનિંગ મળશે. જોકે, તેની પાછળ કેટલાંક ચોક્કસ કારણો જવાબદાર મનાય છે.

આ ફિલ્મની ળેન્ચાઇઝી પોતે જ એક બ્રાન્ડ બની ગઈ છે. બીજું મલયાલમ સિનેમાં દેશની શ્રેષ્ઠ થ્રિલર ફિલ્મો બને છે, જેને દેશભરનાં લોકો માણે છે અને વખાણે છે. તેથી આ ફિલ્મ માટેની ઉત્સુકતા કમાણીમાં પરિણમે તેવી આશા છે.આ ફિલ્મ એવી છે, જેની રિલીઝ પહેલાં જ ઘણી મોટી હાઈપ ક્રિએટ થઈ ગઈ છે.

તાજેતરમાં જ મોહનલાલની ‘એલ૨ઈઃ એમ્પુરાન’ રિલીઝ થઈ છે, જે પ્રિથ્વી સુકુમારન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે એને તે એ ફિલ્મમાં લીડ રોલ પણ કરે છે.

દૃશ્યમ ૩ માટે થિએટરમાં એડવાન્સ બૂકિંગ અને નોન થિએટ્રીકલ રાઇટ્‌સ તેમજ વિવિધ ભાષાઓના અલગ અલગ રાઇટ્‌સથી મોટી આવકની શક્યતા છે.પહેલાંની ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં પણ મોહનલાલ સાથે મીના, અન્સિબા હસન અને એસ્થર અનિલ લીડ રોલમાં હશે. જીથુ જોસેફ આ ફિલ્મ ડિરેક્ટ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.