મોહિત રૈના અને અદિતી શર્માના લગ્નજીવનમાં ભંગાણ: રિપોર્ટ
મુંબઈ, ટીવી અને ફિલ્મ અભિનેતા મોહિત રૈનાના લગ્ન ૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ અદિતી શર્મા સાથે થયા હતા. હજી તો લગ્નને એક વર્ષ પણ નથી થયું ત્યાં તેમના લગ્નજીવનમાં ભંગાણની અટકળો શરુ થઈ ગઈ છે. મોહિત રૈનાએ ઈન્સ્ટાગ્રામ પર પત્ની અદિતિ સાથે જુલાઈ, ૨૦૨૨માં એક પોસ્ટ શેર કરી હતી. ચર્ચા એટલા માટે શરુ થઈ કે મોહિત રૈનાએ આ ફોટો પોતાના અકાઉન્ટ પરથી ડીલીટ કરી નાખ્યા છે.
અભિનેતાએ પોતાના લગ્નની તસવીરો ડીલીટ કરતા જ લોકોએ ભેજું દોડાવવાની શરુઆત કરી દીધી છે. વાત માત્ર પોસ્ટ ડીલીટ કરવા સુધીની નથી, મોહિત રૈના અને અદિતિ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફૉલ પણ નથી કરતા.
મોહિત રૈનાએ તસવીરો ડીલીટ કર્યા પછી લોકો અન્ય પોસ્ટના કમેન્ટ સેક્શનમાં જઈને તેમને પ્રશ્નો પૂછી રહ્યા છે. મોહિત રૈનાએ પોતાના અંગત જીવનને લગતી પ્રાઈવસી હંમેશા જાળવી રાખી છે. તેણે એક ઈન્ટર્વ્યુમાં કહ્યુ હતું કે, અદિતી સાથેની મુલાકાત એક મિત્રના માધ્યમથી થઈ હતી. ત્યારપછી તેમની વાતચીત શરુ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે પાછલા ઘણાં સમયથી મોહિત અને અદિતીના અલગ થવાની અટકળો ચાલી રહી હતી. તેવામાં હવે જ્યારે મોહિતે પોસ્ટ ડીલીટ કરી છે તો અટકળોને વેગ મળી ગયો છે. મોહિતે જ્યારે લગ્ન કર્યા હતા તમામ લોકો ચોંકી ગયા હતા.
કારણકે તેમણે રિલેશનશિપથી લઈને લગ્ન સુધી તમામ બાબતો છુપાવી રાખી હતી. લગ્નમાં પણ અત્યંત નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. મોહિત રૈનાએ માત્ર લગ્નની તસવીરો જ નહીં, અદિતી સાથે ઉજવેલી પ્રથમ હોળીની તસવીરો પણ ડીલીટ કરી છે.
હવે વાત વર્ક ફ્રંટની કરીએ તો, મોહિત રૈનાને વેબ સીરિઝ ભૌકાલમાં જાેવામાં આવ્યો હતો. તેણે વેબ સીરિઝ અને ટીવી સીરિયલ સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાધિકા મદાન, ડાયના પેન્ટી અને સની કૌશલ સાથે તે ફિલ્મ શિદ્દતમાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનો રોલ મહત્વનો હતો.SS1MS