મોહિતે છૂટાછેડાની અટકળોને બકવાસ અને પાયાવિહોણી જણાવી
મુંબઈ, દેવો કે દેવ મહાદેવ સહિત અનેક ટીવી સીરિયલો તેમજ શિદ્દત જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા મોહિત રૈનાને લગતી અમુક અટકળો પાછલા થોડા સમયથી ચાલી રહી હતી. ઘણાં સમયથી એવી ચર્ચા હતી કે મોહિત રૈના અને તેની પત્ની અદિતી વચ્ચે ખટરાગ થયો છે. તેવામાં મોહિત રૈનાએ સોશિયલ મીડિયા પરથી લગ્નની તસવીરો ડીલીટ કરી તો આ અટકળોને જાણે વેગ મળી ગયો.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ અદિતી શર્મા સાથે મોહિત રૈના લગ્નના બંધનમાં બંધાયો હતો. મોહિત રૈનાએ પત્ની અદિતી સાથેની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરી નાખી. લગ્નથી લઈને તહેવારોની ઉજવણી સુધી, બધી જ પોસ્ટ અભિનેતાએ ડીલીટ કરી.
આટલુ જ નહીં, આ બન્ને એકબીજાને ફોલો પણ નથી કરતા. આ જાેઈને ફેન્સે તેમના છૂટાછેડાની આશંકા વ્યક્ત કરી. મોહિત રૈના પોતાના અંગત જીવન વિશે ભાગ્યે જ કોઈ પ્રતિક્રિયા આપે છે. તેના લગ્ન વિશે પણ ઘણાં ઓછોને જાણકારી હતી. અદિતી વિશે પણ તેણે એટલુ જ કહ્યુ હતું કે કોમન ફ્રેન્ડ્સના માધ્યમથી તેમની મુલાકાત થઈ હતી. તેમના લગ્નમાં પણ ગણતરીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું.
મોહિત રૈનાનો સંપર્ક સાધવામાં આવ્યો. અભિનેતાએ જવાબ આપ્યો કે, આ બકવાસ છે. આ તમામ અટકળો પાયાવિહોણી છે. હું હિમાચલ પ્રદેશમાં છું અને અમે અમારી પ્રથમ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છીએ.
આ સિવાય તેણે પહાડોની એક સુંદર તસવીર પણ શેર કરી હતી. મોહિત રૈનાએ પોસ્ટ ડીલીટ કરવા બાબતે કોઈ ટિપ્પણી નથી કરી. ફોટો ડીલીટ કરવા પાછળનું કારણ હજી પણ રહસ્ય છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો મોહિત રૈનાએ અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યું છે.
આ સિવાય શિદ્દત, ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે વેબ સીરિઝમાં પણ ખૂબ કામ કરે છે. સીરિયલ દેવો કે દેવ મહાદેવથી તેને ઘર ઘરમાં ઓળખ મળી હતી.SS1MS